૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી સંબંધિત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૫

૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી સંબંધિત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૫
જૂનાગઢ : મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્રની સુચના મુજબ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તાર પેટા ચૂંટણી- ૨૦૨૫ અન્વયે તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલુ છે.
જે અંગેના હકક દાવાઓ/ વાંધાઓની યાદી ફોર્મ નંબર ૯, ૧૦, ૧૧, ૧૧- A અને ૧૧- B દૈનિક ધોરણે ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓને આ યાદી દર અઠવાડિયે પુરી પાડવામાં આવે છે.
જે વિગતે અત્રેથી તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૧૪/૦૪/૨૦૨૫ સુધીના હકક દાવાઓ/ વાંધાઓની યાદી ફોર્મ નંબર ૯, ૧૦, ૧૧, ૧૧- A અને ૧૧- B માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓને તા.૧૫/૦૪/૨૦૨૫ ના રોજ આપવામાં આવેલ છે.તેમ ચૂંટણી અધિકારીશ્રી ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી, વિસાવદરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300