નિયમિત યોગથી મેદસ્વિતામાંથી મળી મુક્તિ !

નિયમિત યોગથી મેદસ્વિતામાંથી મળી મુક્તિ !
જૂનાગઢના મનિષાબેન બજાણીયાએ યોગ, પ્રાણાયામ અને ભોજનમાં કાળજી રાખી ત્રણ મહિનામાં ૨૦થી વધુ કિલો વજન ઘટાડ્યું
મેદસ્વિતાની સાથે જ હરનીયા, ગેસ, સાંધાની તકલીફમાંથી પણ છુટકારો મેળવ્યો
ખાસ લેખ – ક્રિષ્ના સીસોદિયા
જૂનાગઢ : જૂનાગઢના ટીંબાવાડીમાં રહેતા મનિષાબેન બજાણીયાએ નિયમિત યોગા અભ્યાસની મદદથી મેદસ્વિતામાંથી મુક્તિ મેળવી છે. સાથે જ હરનીયા, સાંધાનો દુખાવો, ગેસની સમસ્યામાંથી પણ છુટકારો મેળવ્યો છે.
મનિષાબેને નિયમિત યોગા અભ્યાસ, પ્રાણાયામ અને ભોજનમાં કાળજી રાખી ત્રણ મહિનામાં જ ૨૦થી કિલોથી વધુ વજન ઘટાડ્યું છે. તેઓ કહે છે કે, વર્ષ ૨૦૧૧માં તેમનો વજન ૯૫ કિલોગ્રામ હતો. આ દરમિયાન મેદસ્વિતા ઉપરાંત તેમને સાંધાનો દુખાવો, ગેસ અને હરનીયા જેવી તકલીફો સતાવતી હતી. ત્યારે તેમણે નિયમિત યોગ અભ્યાસ શરૂ કર્યો હતો. જેના થકી ખાલી એક મહિનામાં જ પાંચ કિલો જેટલું વજન ઘટી ગયું હતું. અને બીજા ત્રણ મહિનામાં વીસેક કિલો જેટલું વજન પણ ઘટ્યું હતું.
મનિષાબેને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં તેમણે જૂનાગઢ જિલ્લા યોગકોચ ચેતનાબેન ગજેરા પાસેથી યોગા અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં તેઓ અઠવાડિયા સુધી કાયમી અલગ અલગ એક્સરસાઇઝ, સૂર્ય નમસ્કાર કરતા હતા. તેમને આયુર્વેદિક જીવનશૈલી મુજબ દિવસ દરમિયાન ૩ લીટર પાણી પીવું, ખાસ કરીને થોડું હૂંફાળું પાણી પીવું, તળેલું ગળ્યું ના ખાવું જેવી બાબતોનું ધ્યાન રાખ્યું હતું. સાથે જ તેમને રાત્રિનું ભોજન હળવું અને સાંજે છ વાગ્યા સુધીમાં જમવાનું પણ શરૂ કર્યું હતું.
હાલમાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી ટીંબાવાડી ખાતે યોગ ટીચર તરીકે બહેનોને યોગા અભ્યાસ કાયમી નિશુલ્ક કરાવે છે. જેમાં રાજ્ય સરકાર તરફથી તેમને દર મહિને ૩૦૦૦ રૂપિયાનું માનદ વેતન પણ મળી રહ્યું છે.
મનિષાબેને રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત અભિયાનને આવકારદાયક ગણાવતા સૌને આરોગ્યપ્રદ જીવન માટે સૌ કોઈએ આ અભિયાનમાં સહભાગી બનવું જોઈએ તેવી અપીલ કરી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300