વન વિભાગે બરડા અભ્યારણ્ય માંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ઈસમને જડપી પાડ્યો

વન વિભાગે બરડા અભ્યારણ્ય માંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ઈસમને પકડી પાડ્યો
સાત વિરડાનેશ ના આરોપીને પકડી પાડી રાણાવાવની કોર્ટમાં વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતા ૧ દિવસના રિમાન્ડ મળ્યા.
ગોસા(ઘેડ) : પોરબંદરના બરડા અભ્યારણ્ય વિસ્તારમાં રાણાવાવ રાઉન્ડની બરડા અભ્યારણ્ય જંગલ ની અંદરની મોટા જંગલ બીટમાં મોચીવારા જંગલ વિસ્તારમાંથી પોરબંદર વન વિભાગે દેશી પીવાના દારૂ બનાવવાવી ભઠ્ઠી સાથે એક ઈસમને પકડી પાડી વિરૂધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઈ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોશી તથા એ.સી.એફ શુશ્રી રાજલબેન પાઠક ના સીધા માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ.મલય મણીયારની ટીમ દ્વારા તા. ૧૯/૦૪/૨૦૨૫ ના રોજ રાણાવાવ રેંજના રાણાવાવ રાઉન્ડ ની બરડા અભ્યારણ્ય જંગલ ની અંદર મોટા જંગલ બીટમાં મોચીવારા જંગલ વિસ્તારની અંદર પેટ્રોલિંગ મા હતાં એ દરમ્યાન મોટા જંગલ બીટમાં મોચીવારા જંગલ વિસ્તારમાંથી એક ઇસમ દેશી પીવાના દારૂની ભઠ્ઠી ચલાવતો મળી આવેલ હતો.
ભઠ્ઠી ના સ્થળ પરથી દેશી પીવાનો દારૂ અંદાજીત એક બેરલમાં ૨૦૦ લીટર આથો ભરાયેલ તેવા પ્લાસ્ટિકના બેરલ નંગ- ૦૭,અને આથો અંદાજીત ૧૪૦૦ લીટર તથા પતરાના બોઈલર બેરલ નંગ-૪, પતરાના ખાલી બેરલ નંગ -૫૦ આ તમામ મુદ્દામાલનો સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો .
જયારે ફિલ્ટર નળી ત્રામ્બાની નંગ -૨ મુદ્દામાલ તરીકે કબ્જે કરવામાં આવેલ છે. આને આ ગુન્હા અન્વયેના આરોપી કરશન પાલા ભાઈ ઘેલીયા રહે, સાત વિરડા નેશ, હાલ રહે, ફુવારા વિસ્તાર વાળાની અટક કરેલ અને તેઓની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઈ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી ની વધુ તપાસ અર્થે રિમાન્ડ ની માંગણી સબબ નામદાર જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ રાણાવાવની કોર્ટમાં રજૂ કરતા નામદાર જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ રાણાવાવની કોર્ટ દ્વારા દિન ૧ ની રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે
રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300