જૂનાગઢમાં કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

જૂનાગઢમાં કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ
જૂનાગઢ : વર્તમાન વર્ષ ૨૦૨૫ માં ખરીફ સિઝનમાં કપાસના પાકની વાવણીને ધ્યાનમાં રાખતા ખેતરમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા માટે કપાસનું વાવેતર ધરાવતા ખેડૂતોએ હાલમાં ઉનાળાની ઋતુમાં આ માર્ગદ્રશિકાનું પાલન કરવા ભલામણ કરવામાં આવે છે.
ખેડૂતોએ લેવાના પગલાં :-
જેમાં જણાવ્યા અનુસાર ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ. જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલ ગુલાબી ઇયળના કોશેટા સૂર્યપ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે.
કપાસના પાકની વાવણી કરતાં પહેલાં ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષો/ જળિયાંનો વીણીને નાશ કરવો. કપાસના ખેતરની ફરતે અને આજુબાજુના વિસ્તારમાં પાકનો કચરો/ કરસાંઠી/ અવશેષોના ઢગલાં કરવા જોઈએ નહીં.
જીનર્સ દ્વારા લેવાના પગલાં :-
જીનર્સ દ્વારા કપાસ કાઢી લીધા બાદ કપાસીયાનો સંગ્રહ ન કરતા યોગ્ય નિકાલ કરવો તથા અન્ય અવશેષો, વધેલા કપાસનો કે કોઇ પણ પ્રકારના કચરાનો જીનમાં જ નાશ કરવો. ગુલાબી ઇયળથી નુકશાન થયેલ થયેલ હોય તેવા કપાસિયાનો નાશ કરવો. જિનિંગ પ્રક્રીયા દરમિયાન ફેરોમેન ટ્રેપ પુરતા પ્રમાણમાં લગાડેલા રાખવા જેથી પુખ્ત કીટકોનો નાશ થઇ શકે.
તેમજ ખરાબ રૂ કે જીનીંગ થયા બાદ જે નકામું રૂ/ કચરો વધે તેનો પણ સ્થળ પર જ નાશ કરવો. જીનીંગ પ્રક્રીયા પુર્ણ થાય કે તરત જીનીંગ સાધન સહિત સમગ્ર જીનીંગ વિસ્તારની વ્યવસ્થિત સફાઇ કરાવીને તેમાં ચોટેલો કે સ્થળ પર રહેલા કચરાનો યોગ્ય નિકાલ કરવો.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી/ ખેતી અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી/ મદદનીશ ખેતી નિયામકશ્રી/ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી/ નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300