જૂનાગઢમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે

જૂનાગઢમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે
Spread the love

જૂનાગઢમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે

 

જૂનાગઢ : રાજ્યમાં ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી રવિ કૃષિ વર્ષ ૨૦૨૪- ૨૫ માં ચણાના પાકનું ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવ્યું છે. ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪- ૨૫ માટે ચણા પાક માટે રૂ.૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ.૧૧૩૦ પ્રતિ મણ ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારશ્રીની પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અન્વયે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં એ.પી.એમ.સી. ખાતે ચણા પાકની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ટેકાના ભાવે ચણાના પાક માટે જુનાગઢ જિલ્લામાં ૩૨૪૭૬ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. જેમની પાસેથી અંદાજીત કુલ ૫૮૪૦૦૦ ક્વીંટલ ચણાની ખરીદી કરવામાં આવશે.

ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલા જૂનાગઢ જિલ્લાના તમામ ખેડુતોને સરકારશ્રીની આ યોજનાનો મહતમ લાભ લેવા જુનાગઢ ખેતીવાડી વિભાગ તરફથી ખાસ અનુરોધ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!