જુનાગઢ : એડવેન્ચર કોર્સના તાલીમાર્થીઓને મેયર ના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

જૂનાગઢ ખાતે યોજાયેલ સ્પેશિયલ એડવેન્ચર કોર્સના તાલીમાર્થીઓને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોસીયાના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
જૂનાગઢ : રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સ્પેશિયલ એડવેન્ચર કોર્સ-૦૩ તા.૧૩/૦૪/૨૦૨૫ થી તા. ૧૯/૦૪/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ ૦૯ જીલ્લાના ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી હતી.
આ કોર્સનો સમાપન કાર્યક્રમ અધ્યક્ષ મેયર ધર્મેશભાઈ પોશીયા, જૂનાગઢ મહાનગરપાલિકા, ડે. મેયર આકાશભાઈ કટારા જૂનાગઢ મહાનગરપાલિકા, ચેરપર્સન સ્થાયી સમિતિ પલ્લવીબેન ઠાકર, જૂનાગઢ મહાનગર પાલિકા, જીલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવળી ભરૂચ, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ, નિવૃત્ત પ્રિન્સીપાલ SVIM માં.આબુ, કમલસિંગ રાજપૂતના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડએ આપી હતી. કે. પી. રાજપૂત દ્વારા પ્રવૃત્તિ પરિચય તથા શિબિરને લગતી માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. જીલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવળી, ભરૂચ દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ મેયર ધર્મેશભાઈ પોશીયા, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તાલીમાર્થી સીનીયરોને આ ઉંમરે પર્વતારોહણની તાલીમમાં ભાગ લીધો તેના માટે બધાને અભિનંદન પાઠવ્યા હતા. આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પરાગ પંડયા આણંદ દ્વારા કરવામાં આવી હતી.
આ ખડક ચઢાણ સ્પેશિયલ એડવેન્ચર કોર્સમાં કે.પી.રાજપૂત કોર્ષ ઇન્ચાર્જ, અંબર વિષ્ણુ માં.આબુ, પ્રદીપકુમાર રાજસ્થાન, દશરથ પરમાર પાટણ, પરેશ રાઠોડ પાટણએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300