કેશોદ ઘટકના વોર્ડ નંબર ૪ માં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

કેશોદ ઘટકના વોર્ડ નંબર ૪ માં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ : કેશોદ ઘટકના વોર્ડ નંબર ૪ ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ પ્રકારની વાનગીઓનું નિદર્શન, સગર્ભા માતાઓ તેમજ ધાત્રી માતાઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી.
આ ઉપરાંત સંપૂર્ણ પોષણ અને કુપોષણ દૂર કરવા સમુદાય લેવલ પર ભાગીદારી તેમજ આંગણવાડી કેન્દ્રમાં સ્ટોક ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોને આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300