કુછડી : સરકારી પ્રાથમિક શાળા માં મહિલા પોલીસની “સી”ટીમ દ્વારા અવરનેશ કાર્યક્રમ યોજાયો.

કુછડી : સરકારી પ્રાથમિક શાળા માં મહિલા પોલીસની “સી”ટીમ દ્વારા અવરનેશ કાર્યક્રમ યોજાયો.
Spread the love

કુછડી : સરકારી પ્રાથમિક શાળા માં મહિલા પોલીસની “સી”ટીમ દ્વારા અવરનેશ કાર્યક્રમ યોજાયો.

ગોસા(ઘેડ) : પોરબંદર તાલુકાના બરડા વિસ્તાર ના કુછડી ગામે સરકારી પ્રાથમિક શાળામાં મહિલા સી ટીમ અને હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા ખાસ અવરનેસ કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો. જેમાં છાત્રાઓને સેલ્ફ ડિફેન્સ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી સહિતની માહિતી આપવામાં આવી હતી.

જૂનાગઢ રેંજના મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તથા પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડું તેમજ સી ટીમના નોડલ ઈન્ચાર્જ ઓફિસર ધ્રુવલ સુતરીયાનાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ આજ તા.૧૯/૦૪/૨૦૨૫ ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર તથા સી ટીમના ઈન્ચાર્જ તથા સભ્યો દ્વારા સરકારી પ્રાથમિક શાળા કુછડી ખાતે આ ખાસ અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્ચ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તે માટે જાણકારી આપવામાં આવી હતી. તેમજ ગુડ ટચ બેડ ટચ અવરનેસ કાર્ય ક્રમ કરી વિદ્યાર્થીઓ ને લગત સી ટીમ ની કામગીરી કરેલ હતી.

આ ઉપરાંત સાથે વિદ્યાર્થીનીઓ બહેનોને ઘરેલુ હિંસા, શારીરિક માનસિક ત્રાસ, જાતીય શોષણ ના વનાવો બંને ત્યારે મહિલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

નવા કાયદા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ પોક્સો તેમજ મહિલા હેલ્પલાઇન ૧૮૧ ની વિગતવાર માહિતી આપેલ. તેમજ બાળકોને ચિલ્ડ્રન હેલ્પ લાઇન ૧૦૯૮ વિશેનો ઉપયોગ કેમ કરવો એના વિશે માહિતગાર કરેલ.અને ટ્રાફિકના નિયમો અંગે સમજ કરેલ તથા સાયબર ક્રાઇમ થી થતા ફ્રોડ બાબતે માહિતી આપેલ. તેમજ હેલ્પલાઇન નંબર ૧૮૧ તેમજ ૧૧૨ અને ઇમરજન્સી નંબર ૧૦૦ વિશે પણ માહિતી આપી હતી.

આ સેમિનારમાં કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર એસ. ડી. સાળુંકે, પી.એસ.આઇ. એન. કે. વાઘેલા, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કે. કે. ઓડેદરા,વુમન અનાર્મ લોક રક્ષક સોનલબેન બી.રાઠોડ, ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!