સોજા હાઈસ્કૂલના ઉપક્રમે સારસ્વતશ્રીઓનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો

સોજા હાઈસ્કૂલના ઉપક્રમે સારસ્વતશ્રીઓનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના ઉપક્રમે અન્ય શાળામાં પસંદગી પામેલા સારસ્વતશ્રીઓ સર્વેશ્રી અશોકભાઈ પટેલ અને અંકિતાબેન પટેલનો વિદાય-શુભેચ્છા સમારોહ અને સુપરવાઈઝરશ્રી તરીકે નિયુક્તિ પામનારા રાકેશભાઈ પ્રજાપતિનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
બંને સારસ્વતશ્રીઓ માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા હતા. અશોકભાઈ હિન્દી અને સંસ્કૃત ભાષાના નિપુણ તજજ્ઞ અને અંકિતાબેન પટેલ ગણિત-વિજ્ઞાાનના અનુભવી પારંગત રહ્યા છે. શાળા પરિવાર તરફથી બંને સ્નેહીજનોને શ્રીફળ-સાકર-સ્મૃતિ ભેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુપરવાઈઝરશ્રી તરીકે નવીન નિમણૂંક પામનાર શિક્ષણવિદ્ રાકેશ પ્રજાપતિ “રાહી” ને પણ આ પ્રસંગે અભિવાદિત કરવામાં આવ્યા હતા
એમ એક અખબારી યાદીમાં શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300