ધારાસભ્ય શ્રી અનંત પટેલ ની આગેવાની માં રોજગાર ભરતી મેળા નું આયોજન કરાયું.

ધારાસભ્ય શ્રી અનંત પટેલ ની આગેવાની માં રોજગાર ભરતી મેળા નું આયોજન કરાયું.
તા. 17/04/2025 ના દિને ધરમપુર તાલુકા ખાતે વાંસદા ચીખલી ધારાસભ્ય શ્રી અનંત પટેલ ની આગેવાની મા યુવાનો માટે રોજગાર ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું
જ્યાં યુવાનો ને રોજગારી મળી રહે એ હેતુસર વિવિધ કંપની ઓ સાથે સંકલન કરીને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કંપની માંથી આવેલ અધિકારી શ્રી દ્વારા યુવાનો નાં સ્થળ પર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં યુવાનો એ ભાગ લીધો હતો
આ ભરતી મેળા નાં આયોજન માં મહત્વપૂર્ણ સહકાર આપનાર એવા નિર્મલ ભાઈ કે જેમના ઘરે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,સાથે લોકમંગમ ચેરિટેબલ ટ્રસ્ટ નાં નીલમભાઇ નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જેમણે યુવાનો નાં રજીસ્ટ્રેશન કે અન્ય હેલ્પ માટે એમનો સ્ટાફ મોકલીયો હતો,
સામાજિક આગેવાન વિજયભાઈ અટારા અને ધરમપુર આદિવાસી સમાજ પ્રમુખશ્રી યોગેશ ભાઇ, ઉત્તમ ભાઇ ગરાસિયા, કમલેશ પટેલ, માજી નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજ ભાઇ, ખારવેલ ગામના સરપંચ શ્રી રાજેશ પટેલ, નડગધરી ગામના સરપંચ શ્રી દિનેશ ભોયા, વાંકલ ગામના રૂઢિ ગ્રામ સભા ના અધ્યક્ષ રાકેશ પટેલ, મહેશ પટેલ, ધર્મેશ પટેલ સામાજિક આગેવાન રામદાસ ભોયા, રિતેશ પટેલ અને યુવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ – વિશાલ પટેલ, વલસાડ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300