અમદાવાદના 52 વર્ષીય વ્યક્તિએ પોતાના વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવા માટે NEET ક્રેક કરી

અમદાવાદના 52 વર્ષીય વ્યક્તિએ પોતાના વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવા માટે NEET ક્રેક કરી
Spread the love

અમદાવાદના 52 વર્ષીય વ્યક્તિએ પોતાના વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવા માટે NEET ક્રેક કરી
અમદાવાદ: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) બુધવારે ઓનલાઈન ફ્લેશ થતા અને પ્રદીપ કુમાર સિંહે અનુભવ્યું કે તેઓ આખરે પોતાના સ્વપ્ન તરફ એક પગલું ભરી શકે છે. લગભગ ત્રણ દાયકા પહેલા અભ્યાસ છોડી દીધો હોવા છતાં, અમદાવાદના બોડકદેવ વિસ્તારના 52 વર્ષીય વેપારીએ 720માંથી 607 માર્ક્સ મેળવ્યા હતા. તેઓ ખરેખર, ગરીબ વિદ્યાર્થીઓ NEETમાં પ્રવેશ મેળવી શકે અને ડોકટર બની શકે તે માટે તેમને મફત કોચિંગ ઓફર કરવા માંગે છે. પોતાની આ સિદ્ધિ પર પ્રદીપ કુમાર સિંહે જણાવ્યું, “52 વર્ષની ઉંમરે, મેં 98.98 પરસેન્ટાઇલ મેળવ્યા છે. મારો મેડિકલ કોલેજમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ હું ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત NEET કોચિંગ સેન્ટર શરૂ કરવા માંગુ છું.”
તેમને એમબીબીએસના ત્રીજા વર્ષના અભ્યાસ કરી રહેલા તેમના પુત્ર બીજિન સ્નેહંશનો સંપૂર્ણ ટેકો હતો. સિંઘે 1987માં ધોરણ 12માં 71% માર્ક્સ મેળવ્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં બિઝનેસ ઈકોનોમિક્સમાં માસ્ટર્સ કર્યું છે.
2019માં, સ્નેહંશે NEET માટે પરીક્ષા આપી અને 595 માર્ક્સ મેળવ્યા. સિંઘે જણાવ્યું, “જ્યારે મારા પુત્ર બીજિને NEET માટે તૈયારી કરવાનું શરૂ કરી, ત્યારે મને સમજાયું કે કોચિંગ સંસ્થાઓ ભારે ફી વસૂલ કરે છે અને જે ગરીબ ઉમેદવારોની પહોંચની બહાર છે.” પ્રદીપ કુમાર સિંઘે વધુમાં જણાવ્યું, “મારો પુત્ર જીવવિજ્ઞાનમાં સારો છે જ્યારે હું ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં સારો છું. અમે આ વિષયો મફતમાં ભણાવવાનું નક્કી કર્યું. હાલમાં અમે કેટલાક વિદ્યાર્થીઓ કે જેમના માતા-પિતા મનરેગા કામદારો તરીકે કામ કરે છેતેઓને ભણાવીએ છીએ.”
2021માં, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને નેશનલ એજન્સી અને નેશનલ મેડિકલ કાઉન્સિલે NEET માટે ઉપલી વય મર્યાદા દૂર કરી.“મેં જુલાઈની પરીક્ષા માટે ફેબ્રુઆરીમાં અભ્યાસ શરૂ કર્યો અને 98.98 પર્સેન્ટાઈલ મેળવ્યા. હવે હું મારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડી શકું છું.”- પ્રદીપ કુમાર સિંહે જણાવ્યું.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!