રાજકોટ માં ૭ સ્થળે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન.

રાજકોટ માં ૭ સ્થળે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન.
રાજકોટ માં મહાનગરપાલિકા દ્રારા અલગ-અલગ ૭ સ્થળે ૭૨૨૯ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની ટીમ સતત સ્થળ પર હાજર રહી હતી. આજીડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.૧માં ૨૨૨૦ મૂર્તિ, આજીડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.૨માં ૪૮૫ મૂર્તિ આજીડેમ ઓવરફ્લો ચેક ડેમમાં ૩૪ મૂર્તિ, પાળ ગામ પાસે જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ ૧૯૮૦ મૂર્તિ, ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ, ખાણમા જામનગર રોડ ૨૨૩૬ મૂર્તિઓ બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ ૧૩૯ મૂર્તિઓ અને H.P ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજીડેમ પાસે ભાવનગર રોડ પર ૨૭૪ મૂર્તિ સહીત કુલ ૭૨૨૯ ગણેશ મુર્તિ વિસર્જન કરાયુ હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756