કોઈ પણ પ્રકારની હેરાનગતિ વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરો.

કોઈ પણ પ્રકારની હેરાનગતિ વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરો.
—નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં
ખેરગામ : માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈને ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના વધુ બનાવો બનાતા હોય છે, ત્યારે છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે ટ્વીટમાં લખ્યું છે કે, ‘ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ પણ પ્રકારની છેડતી વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો. ૧૮૧ મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.’
આ સાથે જ ગુજરાત પોલીસે એક તસવીર પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ગુજરાત પોલીસ હંમેશા છે મહિલાઓની પડખે, નવરાત્રીમાં ગરબા કરો નિશ્ચિત થઈને, કોઈ પણ છેડતી વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને ફરિયાદ કરો અને તાત્કાલિક મદદ મેળવો. ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ પણ પ્રકારની છેડતી વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો.
મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન રોમિયોને પકડવા માટે પોલીસ ટ્રેડિશન ડ્રેસમાં વોચ કરશે. જે જગ્યાએ ગરબાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં મહિલાઓની સુરક્ષાને લઈને તમામ પોલીસ સ્ટેશનનની અલગ અલગ ‘શી ટીમ’ તૈનાત રહેશે. મહિલા પોલીસ પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગીરી કરનાર પર વોચ રાખશે. નવરાત્રીના તહેવારમાં ભીડ વચ્ચે કોઈ રોમિયો મહિલાઓની છેડતી કે ચેનચાળા કરતો જણાય તો તેને આ ટીમ તરત જ ધરપકડ કરી જેલહવાલે કરે છે.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756