હવે વ્યાજખોરોની મિલકત ઉપર બુલડોઝર ચાલશે : રેન્જ IG અશોકકુમાર યાદવ

હવે વ્યાજખોરોની મિલકત ઉપર બુલડોઝર ચાલશે : રેન્જ IG અશોકકુમાર યાદવ
રેન્જ આઈજી અશોકકુમાર યાદવ હેઠળના પાંચ જિલ્લા જામનગર, દેવભૂમિ-દ્વારકા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 99 ગુના નોંધાયા 128 આરોપીઓની ધરપકડ…
ગૃહમંત્રી હર્ષ સંઘવીના દિશાસૂચન અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસમાજીક પ્રવૃતી કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવા ઝુંબેશ ચાલી રહી છે.
જે અનુસંધાને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર રેન્જમાં 329 થી વધુ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. આ તરફ વ્યાજખોરોની આવકમાંથી ગેરકાયદે મિલકત ખડકી દેનાર વ્યાજખોરોના બાંધકામો પર બુલડોઝર ફરશે. ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશ વાળી થશે.
રેન્જ આઈજીના જણાવ્યા મુજબ આ વ્યાજખોરી વિરુદ્ધના લોક દરબારમાં સ્થળ ઉપર રજુઆત કરવાથી માંડી ફરીયાદ લેવા સુધીની તમામ સુવિધા ઉભી કરવામાં આવી હતી. ફીલ્ડ ટીમોને સ્ટેન્ડબાય રાખી જરૂર જણાયે ત્વરીત આરોપીની ધરપકડ તથા સર્ચ ઓપરેશનો ચલાવવામાં આવેલ છે. રેન્જ હેઠળના પાંચ જિલ્લા રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં 99 ગુના નોંધાયા 128 આરોપીઓની ધરપકડ કરાઈ છે. વ્યાજખોરી અંગે નિર્ભયપણે ફરીયાદ/રજુઆત કરવા રેન્જના તમામ 69 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ દ્વારા ડોર ટુ ડોર લોકોને મળી સમજણ આપવામાં આવજ છે અને પોલીસ વિભાગ વ્યાજખોરીને ડામવા માટે કટીબધ્ધ છે તેવો ભરોસો આપવામાં આવ્યો છે.
વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલ મિલકતો 100 ટકા ભોગબનનારને પરત મળે તે રીતેની કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરવામાં આવનાર છે. તેમજ જરુર જણાયે ઈંક્ષભજ્ઞળય ફિંડ્ઢ, ઊઉઈં વિગેરે વિભાગોની મદદ મેળવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.
વ્યાજખોરો દ્વારા વસાવવામાં આવેલ ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા તેમજ ગેરકાયદેસર રીતે બાંધેલ બાંધકામો તોડી પાડવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. લાયસન્સ ધરાવી વ્યાજ વટાવનો ધંધો કરનાર વ્યકિતઓ દ્વારા જો આવા પ્રકારના ગુનાઓ આચરવામાં આવશે તો તેઓના લાયસન્સ રદ કરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે.સમગ્ર રેન્જમાં ફ્રી રજિસ્ટ્રેશન ઓફ ક્રાઇમની નિતીનો અમલ કરી ગુના નોંધવાની કામગીરી કરવા તેમજ નોંધાયેલ ગુનાઓને 100 ટકા સાબીતી સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.
વ્યાજખોરોએ પડાવી લીધેલા 10 મિલકતના દસ્તાવેજો, પાંચ કાર, ત્રણ બાઈક અને 76 કોરા ચેક કબ્જે કરાયા
વ્યાજ ખોરીના દાખલ થયેલ ગુન્હાઓમાં 10 દસ્તાવેજો, 4 સ્ટેમ્પ પેપર પર કરવામાં આવેલ લખાણ, જુદી જુદી બેંકના કુલ 76 ચેકો તથા 4 પાસબુક, 5 મોબાઇલ ફોન, 3 મોટર સાઇકલ જેની કિંમત રૂ.1,20,000, 5 કાર જેની કિંમત રૂ.19,50,000, 1 અતુલ રીક્ષા તથા સોનાના દાગીના જેની કુલ કિંમત રૂ.5,42,022 મળી કુલ કિંમત રૂ.26,12,022 નો મુદામાલ ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ છે. વ્યાજખોરોની ઓફીસો, ઘરો અને પુરાવાઓ મળી શકે તેવી બીજી જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશનો હાથ ધરી તેઓના દ્વારા લખાવી લીધેલ દસ્તાવેજો અને ચેકો રીકવર કરવામાં આવેલ છે. ઉપરોકત દાખલ થયેલ ગુનાઓની તપાસનુ સીધુ સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ જુદા-જુદા જિલ્લાના એસપી જાતેથી કરી રહ્યા છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300