કલેક્ટર શ્રી રચિત રાજની જૂનાગઢ જિલ્લામાં વધુ એક નવી પહેલ

કલેક્ટર શ્રી રચિત રાજની જૂનાગઢ જિલ્લામાં વધુ એક નવી પહેલ
૭૪માં પ્રજાસત્તાક દિને ‘જૂનાગઢ રત્ન‘ એવોર્ડ આપવાની શરૂઆત
વંથલીના પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હનુલ ચૌધરીનું સન્માન
જૂનાગઢ : ‘સન્માન ‘ વ્યક્તિને વધુ શ્રેષ્ઠ અને સમાજોપયોગી કાર્ય કરવા માટે પ્રેરણાબળ પૂરું પાડે છે. તેવા જ વિચારને ધ્યાનમાં રાખી કલેક્ટર શ્રી રચિત રાજે વધુ એક નવીન પહેલ કરી છે.
પ્રજાસત્તાક દિને રાષ્ટ્રીય સ્તરે પદ્મશ્રી, પદ્મભૂષણ વગેરે સન્માન પ્રદાન કરવામાં આવે છે, તેવી જ રીતે કલેક્ટરશ્રીએ જિલ્લા કક્ષાએ કર્મચારી-અધિકારીઓની સેવાને ધ્યાનમાં રાખીને ‘જૂનાગઢ રત્ન’ એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. આ એવોર્ડ જિલ્લા વહીવટી તંત્રના શ્રેષ્ઠ કામગીરી કરનાર અને કાર્યક્ષમ અધિકારી-કર્મચારીઓને આપવામાં આવશે.
‘જૂનાગઢ રત્ન’ નો પ્રથમ ખિતાબ વંથલીના પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટર શ્રી હનુલ ચૌધરીને ફાળે ગયો છે. શ્રી હનુલ ચૌધરીએ ફટાફટ પ્રજાહિતના નિર્ણયો કર્યા હતા. ઉપરાંત વિચરતી જાતિના લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજના હેઠળ વિનામૂલ્ય રહેણાંક હેતુ માટેના પ્લોટ ફાળવવાની કામગીરીની પણ ખૂબ સરાહના થઈ હતી.
૭૪માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી વંથલી ખાતે કરવામાં આવી હતી. જેમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ જ સમારોહમાં મંત્રીશ્રીના હસ્તે ‘જૂનાગઢ રત્ન’ એવોર્ડ શ્રી હનુલ ચૌધરીને અર્પણ કરવામાં આવ્યો હતો.
કલેકટર શ્રી રચિત રાજની’જૂનાગઢ રત્ન’ એવોર્ડ આપવાની પહેલને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વખાણી હતી.
‘જૂનાગઢ રત્ન’ એવોર્ડ ખરેખર જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને પ્રજાહિતની વધુ શ્રેષ્ઠ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300