“સાહિત્ય ધરા બોટાદમાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ”

“સાહિત્ય ધરા બોટાદમાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ”
ચાલે છે જે ધક ધક કાયમ છાતીમાં,
જાણો છો ? એ આવે છે ગુજરાતીમાં !
– સ્નેહલ જોષી
આ શબદને અને માતૃભાષાને પોંખતા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય, શ્રધ્ધા અને સમર્પણની ભૂમી બોટાદની બોટાદકર સાહિત્ય સભાનાં સંયુક્ત ઉપક્રમે “માત મોરી ગુજરાતી” એવાં સુંદર નામ સાથે કવિ સંમેલન અને માતૃભાષાની મીઠપ વહાવતા વ્યાખ્યાનનો અને ગુજરાતી ગૌરવગાનનો દોર ચરિતાર્થ થયો હતો.
બોટાદની ઐતિહાસિક વિરાસત સમા શ્રી તખ્તસિંહજી ગોહિલ જાહેર લાઈબ્રેરી “સ્વાધ્યાય હોલ” ખાતે આ જાજરમાન ઉપક્રમ સાર્થક બન્યો…આ યાદગાર ઉત્સવમાં બોટાદનું ઘરેણું અને ગોંડલ મુકામે સારસ્વત, શ્રેષ્ઠ લેખક,કવિ એવાં શ્રી તુષારભાઈ વ્યાસ, બોટાદનું ગૌરવ અને વિઠ્ઠલ તીડીના સર્જક એવાં વાર્તાકાર શ્રી મુકેશભાઈ સોજિત્રા, શ્રેષ્ઠતમ કેળવણીકાર,વક્તા અને સાહિત્યકાર સાથે મજાના માણસ એવાં શ્રી બાબભાઈ ખાચર સાહેબ, એવાં શ્રેષ્ઠ વક્તા શ્રી વિક્રમભાઈ મહેતા, વરિષ્ઠ વાર્તાકાર શ્રી મનહરભાઈ રવૈયા,દેવ જેવા ડોક્ટર શ્રી રાજેન્દ્રભાઈ સાંગાણી,બોટાદકર સાહિત્ય સભાના વડિલ પંકજભાઈ ભટ્ટ અને શ્રી બાપુભાઈ ધાધલ,સાથે કવિગણમા શ્રી જિજ્ઞેશ વાળા,શ્રી પાર્થ ખાચર, શ્રી આનંદ ગઢવી,કુ.હર્ષા મહેતા, શ્રી પ્રતાપ મહેતા, વરિષ્ઠ પત્રકાર શ્રી કિશનભાઈ મહેતા,.સેવાનો ભેખધારી માણસ શ્રી રાજુભાઈ શાહ, સંગીત વિશારદ શ્રીમતી શ્વેતાબેન શાહ,શ્રી હરેશભાઈ ધાધલ, શ્રી કિશોરભાઈ રામદેવપુત્રમ, લાલજીભાઈ પારેખ, શ્રી રાજુભાઈ ડેરૈયા સાહેબ , જૈમિન પંડ્યા,ગોપાલભાઈ, રાઠોડ સાહેબ,બોટાદ સમાચારના તંત્રી,કર્મઠ પત્રકાર શ્રી નિરજભાઈ દવે સાથે બોટાદ સાહિત્ય જગતના અનેક મહાનુભાવો અને બોટાદકર સાહિત્ય સભાના કવિશ્રીઓની હાજરીમાં આ ભવ્ય કાર્યક્રમ વધું દીપી ઉઠ્યો… ગૌરવપૂર્ણ ક્ષણ એ રહી કે આ અજવાસી ઉત્સવ સાથે નિવૃત્ત કર્મચારી શ્રી હર્ષવદન ભટ્ટ સાહેબ દ્વારા લીખીત કાવ્ય સંગ્રહ હર્ષનાદનું વિમોચન કરવામાં આવ્યું….
સુંદર દીપ પ્રાગટ્ય, માતૃભાષા ગૌરવ ગાન,કિશનભાઈનો બંસરીનાદ,શ્વેતાબેનનો સુરીલો કંઠ, સૌનું શબ્દ પુષ્પથી સન્માન,સૌના શ્રેષ્ઠતમ વક્તવ્ય અને કાવ્યધારાથી 12:30 સુધી માતૃભાષાની વંદનાની અમૃતધારા વહેતી રહી…..
સમગ્ર કાર્યક્રમનું સુચારું શ્રેષ્ઠ સંચાલન શ્રેષ્ઠ ઉદ્ધોષક અને આ જાજરમાન કાર્યક્રમના સંયોજક શ્રી પ્રવીણભાઈ ખાચર અને વિદ્વાન ચારણ શ્રી આનંદભાઇ ગઢવીએ કર્યું.. સમગ્ર કાર્યક્રમ
જણાવતાં ખૂબ ગૌરવ થાય કે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના પરમ આદરણીય શ્રી ભાગ્યેશ જહા સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને પ્રેરણા તો એવાજ આદરણીય મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવના કુશળ અને કર્મઠ નેતૃત્વમાં ગુંથાયેલા આ ભવ્ય કાર્યક્રમ માટે આ બન્ને મહાનુભાવોને જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે… કૃતજ્ઞતા વ્યક્ત કરતાં બન્યેને ભાવ વંદન કરવાનું મન થાય છે… સમગ્ર ગુજરાત ખરા અર્થમાં માતૃભાષાના રંગે રંગાયુ.
રિપોર્ટ : કનુભાઈ ખાચર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300