વાલી સંમેલન વાર્ષિક દીનની ઉજવણી અને વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

વાલી સંમેલન વાર્ષિક દીનની ઉજવણી અને વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કણભા ગામે ઉત્તર બુનીયાદી શાળામાં ધોરણ-૧૦ અને ધોરણ- ૧૨ ના વિધાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ,વાલી સંમેલન, તેજસ્વી તારાલા ઓનો સમ્માન સમારંમ અને વાર્ષિક દીનની ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમ માં ગામના સરપંચ કનુભાઈ પરમાર, આંતરરાષ્ટ્રિય માનવ અધિકાર એશોસીયન ના ગુજરાત રાજ્યના ડીરેક્ટર નશરૂદ્દીન રાઠોડ,બોરસદ શાળા ના પ્રિન્સીપાલ નાણેચાજી, એપીક ફાઉન્ડેશન ના પ્રમુખ મિલન વાઘેલા, ડૉ નીતાબેન પંજાબી, શ્રેષ્ઠ શિક્ષીકા ૨૦૨૨ થી સમ્માનીત કરવામાં આવેલ એવા રતનબેન પરમાર તેમજ આસપાસ ની શાળાઓના પ્રિન્સીપાલ શ્રીઓ ગામના આગેવાનો વાલીઓ અને વિદ્યાથીઓ તથા વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે શાળાના બાળકો તરફથી સાંસ્કૃતિક પ્રોગામો કરવામાં આવ્યા હતા. તથા વ્યસન રૂપી રાક્ષસો ઘર કરી જઈ સમાજ ને ખોખરો કરી દે છે. તેનાથી બચવા નાટક થકી સમજણ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે આવેલ મહેમાનો એ પ્રાસંગીક પ્રવચનો કરી પરીક્ષાર્થી ઓની સફળતા માટે શુભ કામનાઓ પાઠવી હતી. શાળા ના પ્રિન્સીપાલશ્રી હિમંતસિંહજી પરમારે આભા૨ વિધિ કરીu હતી. પ્રિન્સીપાલ હિમતસિંહજીની દેખરેખ હેઠળ શીક્ષક મેહુલ પારેખ અને સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300