નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા સાયન્સ સીટી ખાતે આકાશ દર્શન કરાવવામાં આવ્યું.

નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા સાયન્સ સીટી ખાતે આકાશ દર્શન કરાવવામાં આવ્યું.
ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ અને ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી અંતર્ગત સાયન્સ સીટી ખાતે સાયન્સ કાર્નિવલ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસના આ કાર્યક્રમમાં વિજ્ઞાન પ્રદર્શનની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ હજારો વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન પ્રેમીઓ લઈ રહ્યા છે.
તા 2 અને 3 માર્ચ દરમ્યાન સાંજે પશ્ચિમના આકાશમાં ગુરુ અને શુક્ર ગ્રહની સુંદર યુતિ જોવા મળે છે. આ બે ગ્રહો આ બે દીવસ ઘણા નજીક હતા. સાયન્સ સીટી ખાતે આ માટે 5 જેટલાં ટેલિસ્કોપ લગાડવામાં આવ્યા હતાં. જેમાં નિસર્ગ સાયન્સ સેન્ટરના ર્ડા. અનિલ પટેલ અને શિવાંગ પટેલે ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર, ગુરુ, ગુરુના ઉપગ્રહ, શુક્ર વગેરે અવકાશીય પદાર્થોને ટેલિસ્કોપથી દેખાડ્યા હતા. રાત્રીના આકાશમાં જોવા મળતી વિવિધ રાશિઓ તથા નક્ષત્રો વિશે પણ સુંદર સમજ આપી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300