શ્રી જામવાળી ૧ કે.વ. શાળા માં દાન ની સરવાણી વહી

શ્રી જામવાળી ૧ કે.વ. શાળા માં દાન ની સરવાણી વહી
શ્રી જામવાળી ૧ કે.વ. શાળા માં આદિનાથ દાદા ની અસીમ કૃપાથી તથા શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.નાં દિવ્ય આશીર્વાદ થી દાતા શ્રી જયશ્રીબેન રમેશભાઈ મોદી પરિવાર (હસ્તે-જૈન ગેમ્સ ગ્રુપ,લંડન) તથા શ્રી શત્રુંજય યુવક મંડળ તરફથી માન.સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબની ગ્રાન્ટ માંથી નવા બંધાયેલા બિલ્ડીંગ મા વિદ્યાર્થીઓ ની સલામતી અને સુરક્ષા ને ધ્યાને લઇ લોખંડની ગ્રીલ તથા દાદરા પર ગેલ્વેનાઇઝ નો કઠેડાની સુવિધા પ્રાપ્ત થયેલ છે.
શ્રી શત્રુંજય યુવક મંડળ તરફથી વિવિધ સરકારી નોકરી ની ભરતીની તૈયારી કરતા ગામના ગરીબ અને જરૂરીયાત મંદ યુવાનો માટે નવ હજારના પુસ્તકો શાળાને દાનમાં મળેલ છે, શ્રી સુરેશ ઈલેક્ટ્રીકલ (મુંબઈ) તરફથી શાળાને નવા બિલ્ડીંગ ના તમામ ઓરડાઓમાં લાઈટ ફીટીંગ,પંખા,ટ્યુબ લાઈટ વિગેરે ફીટ કરી આપવામાં આવ્યા છે.
શ્રી જામવાળી ૧ કે.વ. શાળા પરિવાર વતી આચાર્ય શ્રી વિજયકુમાર પરમાર એ દાતા શ્રી જયશ્રીબેન આર.મોદી પરિવાર (લંડન), શ્રી સુરેશ ઇલેક્ટ્રિકલ (મુંબઈ) તથા શ્રી શત્રુંજય યુવક મંડળ, અને દાતા સંયોજક શ્રી હર્ષભાઈ શાહ નો હૃદય પુર્વક આભાર માની દાતાઓના વિદ્યાપ્રેમ ને વધાવ્યો છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300