પીળા પીતાંબર એટલે શ્રીકૃષ્ણનાં પીળા વાઘા અને પીળા રંગની ચોપડી એટલે ભગવત ગીતા

પીળા પીતાંબર એટલે શ્રીકૃષ્ણનાં પીળા વાઘા અને પીળા રંગની ચોપડી એટલે ભગવત ગીતા
Spread the love

પીળા પીતાંબર એટલે શ્રીકૃષ્ણનાં પીળા વાઘા અને પીળા રંગની ચોપડી એટલે ભગવત ગીતા

કુંભણ કેન્દ્રવર્તી ના ઇનોવેટિવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ દ્વારા યલો ડે ની ઉજવણી કરવામાં આવી

મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ માર્ગદર્શિત “૧૦ દિવસ શાળામાં દફતર વગરના” અનુસંધાને પહેલા અને બીજા ધોરણના બાળકો માટે યલો ડે ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતિ રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી એ પણ બાળકો સાથે પીળા રંગના વસ્ત્ર પહેર્યા હતા. બાળકોની કલ્પના શક્તિ અને મૌલિકતા નો વિકાસ કરવા પીળા રંગની વસ્તુ વિશે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉધરસ થાય ત્યારે હળદર દૂધમાં ભેળવીને લઈએ છીએ તે પીળી હોય છે. કરેણના ફૂલ પીળા હોય છે. સૂરજમુખીના ફૂલ ગુલાબના ફૂલ વગેરે પીળા હોય છે. પેન પીળા રંગની હોય છે. ચોકલેટનો કાગળ પીળો હોય છે. મમ્મીની સાડી પીળી હોય છે.બહેનની કાનની સોનાની બુટ્ટી પીળી હોય છે. જેસીબી, બસ, મોટર, સ્કૂટર જેવા વાહનો પીળા હોય છે. કાનુડો પીળા રંગના વસ્ત્ર પહેરે છે,અને પીળા રંગની ચોપડી એટલે ભગવત ગીતા છે. તેવું બાળકોએ પોતાની કલ્પના જગતની ભાવનાઓ વર્ગખંડમાં રજૂ કરી હતી. શાળાના મુખ્ય શિક્ષક જીતેન્દ્રકુમાર લાઠીદડીયા એ પીળા વસ્ત્ર પહેરી ને આવનાર બાળકોને આવકાર્યા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!