જુનાગઢમાં રવિવારે થેલેસીમીયાગ્રસ્ત બાળકોના જીવન બચાવવા માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ.

જુનાગઢમાં રવિવારે થેલેસીમીયાગ્રસ્ત બાળકોના જીવન બચાવવા માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ.
Spread the love

જુનાગઢમાં રવિવારે થેલેસીમીયાગ્રસ્ત બાળકોના જીવન બચાવવા માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ.

જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં લોહી ચઢાવવા આવતા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને શરળતાથી પુરતા પ્રમાણમાં લોહી મળી રહે તે માટે જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ અને ઉમા ફેન્ડર્સ ઓર્ગેનાઈઝેશન અને અનેક સહયોગી સંસ્થાઓના સહકારથી તા.૧૨/૦૩/૨૦૨૩ ને રવિવારે ૮ :૪૫ થી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી ગિરનાર પબ્લીક સ્કુલ બહાઉદ્દીન કોલેજ રોડ જુનાગઢ ખાતે ૨કત દાન કેમ્પનું ઉદઘાટન ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા જેતપુર ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા અને જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઈ પટેલ તેમજ જુનાગઢ શહેરની વિવિધ જ્ઞાતિના આગેવાનો હાજર રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લેઉવા પટેલ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ.ઉમા પદયાત્રા સિમિતી ખોડલ ધામ સમિતિ બાપા સીતારામ ગૃપનો સહયોગ મળશે.આ મેગા રકત દાન કેમ્પમાં રકત દાન કરનાર દાતાશ્રીને સ્મૃતિ ભેટ આપી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા એફ.ડી.એફ.સી.બેંક અને બજાજ એલીયાન્સ લાઈફ ઈન્સો.જુનાગઢ તરફથી ભેટ આપવામાં આવશે તેમજ યુફો અને સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા ભેટ આપવામાં આવશે.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાએ યુવાનોને અપીલ કરી છે.કે મેડીકલ કોલેજ અને હોસ્પીટલમાં દર મહિને ૧૭૦ થી ૨૦૦ બેગ થેલેસેમીયાના બાળકોને પુરી પાડવા માટે જરૂરીયાત હોય છે તો આ રકત દાન કેમ્પમાં જોડાવવા માટે અપીલ કરી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!