નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન,આણંદ દ્વારા કપડા નું વિતરણ કરાયું

માનવતા તરફ એક પગલું
નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન,આણંદ દ્વારા કપડા નું વિતરણ કરાયું
નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન દ્વારા તારીખ ૯ માર્ચ ૨૦૨૩ના રોજ બોરસદ ક્રોસિંગ, ખાડા વિસ્તાર પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખાસ જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સેવાયજ્ઞ માં આપવામાં આવેલ કપડાં મળ્યા બાદ આ જરૂરિયાતમંદ તમામ લોકો ખુશ થયા હતા. અમારી ટીમે માનવતાની જવાબદારી સમજીને સંપૂર્ણ સેવાઓ પૂરી પાડી હતી. નોબલ હેન્ડ્સ ટીમ, સાથે ૧૨ સ્વયંસેવકો અને સહાયક પ્રણાલીએ આ પહેલને સફળ બનાવી હતી.
નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન હેતુ એટલે
માનવતાવાદી અભિગમનો વિસ્તાર કરવાનો— સમુદાયમાં ‘માનવતાની સેવા કરવા'”સતત કાર્યશીલ રહેવાનો છે..
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300