જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરાશે

જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરાશે
લોકોના સ્વાસ્થ્ય-સલામતી માટે પગલા લેવાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં લોકોનું સ્વાસ્થ્ય અને સલામતી જળવાઇ તે માટે જૂદા જૂદા કાયદા નિયમોથી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, કેશિયમ સાઇનાઇડ, નાઇટ્રોફેન, ડાઇક્લોરોવોસ, ફોરેટ, મોનોક્રોટોફોસ, મીથાઇલ પારાથીયમ વગેર દવાઓના ઇમ્પોર્ટ, પ્રોડ્કસન, સ્ટોરેજ કે વેચાણ કરવા પર પ્રતિબંધ મુકાયેલ છે. જેથી આ નિયમ કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ધ ઇન્સેકટીસાઇડ્સ એક્ટ-૧૯૬૮ તથા ઇન્સેક્ટીસાઇડસ રૂલ્સ ૧૯૭૧થી જંતુનાશક દવાઓના ઇમ્પોર્ટ પ્રોડક્શન સ્ટોરેજ તથા વેચાણ અંગેના નિયમો જાહેર કરવામાં આવેલ છે. જંતુનાશક દવાઓ સંબંધે તમામે જાહેર થયેલ નિયમોની ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે. તથા તે અન્વયેના ગુન્હાઓ સંબંધે કાયદામાં થયેલ જોગવાઇ મુજબ કાર્યવાહી કરવાની રહે છે. આ માટે જૂનાગઢ જિલ્લામાં અમલવારી અર્થે નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) જૂનાગઢ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે.
પ્રતિબંધિત દવાઓના વેચાણ ઉપયોગના કારણે જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સલામતી ન જોખમાય તથા તેમની સુખાકારી જળવાઇ રહે તે હેતુસર ધ ઇન્સેકટીસાઇડ્સ એક્ટ-૧૯૬૮ તથા ઇન્સેક્ટીસાઇડસ રૂલ્સ ૧૯૭૧થી પ્રતિબંધિત થયેલ હોય તેવી દવાઓની વખતો-વખત પ્રસિદ્ધ થતી યાદી મુજબ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, કેશિયમ સાઇનાઇડ, નાઇટ્રોફેન, ડાઇક્લોરોવોસ, ફોરેટ, મોનોક્રોટોફોસ, મીથાઇલ પારાથીયમ વગેરે પ્રતિબંધિત હોય તેવી કોઇ પણ પ્રકારની જંતુનાશક દવાઓના ઇમ્પોર્ટ પ્રોડક્શન, સ્ટોરેજ તથા વેચાણ ન કરવા માટે તમામ વેપારીઓને સૂચિત કરવામાં આવે છે. તેમજ જાહેર જનતાને પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરવામાં આવે છે.
જાહેર થયેલ નિયમ અને કાયદાની જોગવાઇઓ વિરૂદ્ધની કોઇ પણ ગતિવિધિ થતી હોવાનું ધ્યાને આવ્યેથી ધોરણસરની કાર્યવાહી નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ જૂનાગઢ દ્વારા કરવામાં આવશે.
નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ) જૂનાગઢની દરખાસ્ત મુજબ ઉક્ત કાયદાથી પ્રતિબંધિત-નિયત્રિત હોય તેવી દવાઓનો બિન અધિકૃત રીતે ઉપયોગ અટકાવવા માટે પ્રતિબંધિત દવાઓના ઇમ્પોર્ટ પ્રોજેક્શન, સ્ટોરેજ, વેચાણ તથા ઉપયોગ ન કરવા માટે જાહેર નિવિદા પ્રસિદ્ધ કરવા દરખાસ્ત થઇ આવેલ છે.
કાયદા નિયમો દ્વારા પ્રતિબંધિત કરાયેલ હોય તેવી દવાઓની અદ્યતન યાદી નાયબ ખેતી નિયામક વિસ્તરણ જૂનાગઢની કચેરી ખાતેથી ઉપલબ્ધ થઇ શકશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300