અહંકારનું દોરડું

અહંકારનું દોરડું
એકવાર એક ગુરૂદેવ પોતાના શિષ્યોને અહંકાર ઉપર પ્રવચન સંભળાવી રહ્યા હતા કે એક વિશાળ નદી જે સદાબહાર હતી તેના બંન્ને કિનારા ઉપર બે સુંદર નગર વસેલા હતા.નદીના સામા કિનારે એક વિશાળ દેવ મંદિર આવેલું હતું.આ નગરના રાજા ઘણા જ અહંકારી હતા.તે જે કંઇ કરતા તેના અહંકારનું પ્રદર્શન કરતા હતા.આ રાજાના રાજ્યમાં એક પરમ ગુરૂભક્ત હતા કે જે ધણા જ વિનમ્ર અને સજ્જન હતા. એકવાર રાજા અને ગુરૂભક્ત બંન્ને નદી કિનારે જાય છે,તે સમયે રાજાએ નદીના સામા કિનારે સ્થિત દેવમંદિરના દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
નદી કિનારે બે હોડીઓ હતી.એક હોડીમાં રાજા અને બીજીમાં ગુરૂભક્ત બેસી ગયા.રાજા આખી રાત હલેસાં મારતા રહ્યા પરંતુ નદીના સામા કિનારે ના પહોંચી શક્યા.સવાર પડતાં રાજાએ જોયું તો ગુરૂભક્ત નદીના સામા કિનારે આવેલ દેવમંદિરેથી દર્શન કરીને પરત આવીને દેવમંદિરના ગુણગાન કરવા લાગ્યા ત્યારે રાજા કહે છે કે તમે રાત્રી દરમ્યાન દેવમંદિરે જઇને આવ્યા અને હું આખી રાત હલેસાં મારતો રહ્યો તેમ છતાં સામા કિનારે કેમ ના પહોંચી શક્યો?
આગલી કથા કથા કહીને ગુરૂદેવે પોતાના શિષ્યોને પુછ્યું કે તમે કહો કે રાજા આખી રાત હલેસાં મારતા રહ્યા તેમછતાં નાવ સામા કિનારે કેમ ના પહોંચી? આવું કેમ થયું? ત્યારે શિષ્યો કહે છે કે અમે તો અબુધ છીએ આપ જ તેનું કારણ બતાવો.ત્યારે ગુરૂદેવ કહે છે કે રાજાએ આખી રાત હલેલાં ચલાવ્યા પરંતુ હોડીને દોરડાથી જે ખીંટા સાથે બાંધી હતી તે દોરડું તો છોડ્યું જ નહોતું.તેવી જ રીતે લોકો સમગ્ર જીવન દરમ્યાન હલેસાં માર્યા કરે છે પરંતુ જ્યાં સુધી અહંકારના ખૂંટાને ઉખાડીને ફેંકી દેવામાં આવતો નથી અને આસક્તિના દોરડાને કાપીશું નહી ત્યાં સુધી જીવન નાવ દેવમંદિર સુધી પહોચી શકતી નથી.
જીવનમાં કર્તાભાવને દૂર કરીને કરણ કરાવનહાર પ્રભુ પરમાત્મા છે એવો ભાવ જીવનમાં લાવવો જરૂરી છે.પ્રભુના દરબારમાં રાજા બનીને પરંતુ દાસ બનીને જીવીશું તો જ લાભ થશે.(સંકલન:સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી)
જેમ ૫રેજી પાડ્યા વિના દવાનો પુરો પ્રભાવ પડતો નથી,તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઇ લાભ થતો નથી.જીજ્ઞાસુઓમાં શ્રધ્ધા,વિશ્વાસ અને અહંકાર શૂન્યતા અવશ્ય હોવી જોઇએ.હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે. જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.
માનવ મનની વિકૃતિઓ કામ ક્રોધ લોભ મોહ અહંકાર જ મંદિર અને ભગવાન વચ્ચેનો પડદો છે. જ્યાંસુધી આ દુર્ગુણોનો પડદો હટતો નથી ત્યાં સુધી મંદિર સુધી પહોંચવા છતાં અમે ભગવાનથી કોસો દૂર છીએ.મંદિર સુધી પહોંચવું શરીરનો વિષય છે અને ભગવાન સુધી પહોંચવું મનનો વિષય છે.જ્યાં મનની નિર્મળતા સરળતા અને નિષ્કપટતા છે ત્યાં ભગવાનનો વાસ અવશ્ય હોય છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300