ગર્ભાવસ્થા દરમિયાન બાળકોના ગેરકાયદે જાતિ પરીક્ષણ અટકાવવામાં માટેના પગલાંઓની સમીક્ષા કરાઈ

ગર્ભાવસ્થા દરમિયાન બાળકોના ગેરકાયદે જાતિ પરીક્ષણ અટકાવવામાં માટેના પગલાંઓની સમીક્ષા કરાઈ
Spread the love

ગર્ભાવસ્થા દરમિયાન બાળકોના ગેરકાયદે જાતિ પરીક્ષણ અટકાવવામાં માટેના પગલાંઓની સમીક્ષા કરાઈ

 

સોનાગ્રાફી4  સીટી સ્કેન અને MRI મશીન માટે કાયદાકીય જોગવાઈઓનુ અમલીકરણ અને ઈન્સપેક્શનની કામગીરીનું પણ મૂલ્યાંકન કરાયું

 

જૂનાગઢમાં PC-PNDT એક્ટ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક મળી

 

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં જન્મપૂર્વે એટલે ગર્ભાવસ્થા દરમિયાન બાળકોના ગેરકાયદે જાતિ પરીક્ષણ અટકાવવામાં માટેના વિવિધ પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં દિકરીના જન્મના પણ સહર્ષ વધામણાં થાય અને જાતિ પ્રમાણ રેશિયાને સુધારવા માટેના રચનાત્મક સૂચનો કરવામાં આવ્યાં હતા.

જૂનાગઢ જિલ્લા પંચાયત ભવન ખાતે આ સંદર્ભે જન્મપૂર્વ નિદાન ટેકનિક (નિયમન અને દૂરૂપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૯૪ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં સમગ્ર જિલ્લાની હોસ્પિટલમાં કાર્યરત સોનાગ્રાફી સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન માટે પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળની જોગવાઈઓનુ અમલીકરણ અને ઈન્સપેક્શનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ મશીનના રજીસ્ટ્રેશન, સર્વિસ, વેચાણ સહિતના મુદ્દે વિગતવાર ચર્ચા અંતે મંજૂરી બહાલી આપવામાં આવી હતી.

જિલ્લા મહિલા મંડળના અધ્યક્ષા શ્રીમતિ ભાવનાબેન વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં RCHO શ્રી મનોજ સુતરીયાએ પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં મેડિકલ કોલેજના ગાયનેક વિભાગના વડા ડો. ક્રિષ્ના મહેતા, બાળરોગ નિષ્ણાંત ડો. જયેન્દ્ર ગોહિલ, અંજલી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના અનુસુયાબેન અમરેલીયા, ડી.પી.એ. શ્રી એચ.એમ. બાફિન સહિતના જિલ્લા સલાહકારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!