ઈશ્ર્વર પરીક્ષાનો વિષય નથી પ્રતિક્ષાનો છે:મોરારિબાપુ

ઈશ્ર્વર પરીક્ષાનો વિષય નથી પ્રતિક્ષાનો છે:મોરારિબાપુ
Spread the love

ઈશ્ર્વર પરીક્ષાનો વિષય નથી પ્રતિક્ષાનો છે:મોરારિબાપુ
કલકત્તા રામકથામાં કેરળના ગવૅનર શ્રી ખાનની ઉપસ્થિતી
હાવરા : પશ્ચિમ બંગાળના હાવરા શહેરમાં બેલુર મઠ ખાતે ગવાઈ રહેલી” માનસ- પરમહંસ” રામકથામાં ચોથા દિવસે પુ.મોરારિબાપુએ પરમહંસી સંવાદમાં કહ્યું કે આપણે સંવેદનશીલ હોવું જરૂરી છે. સ્વામી શરણાનંદજીએ રાષ્ટ્રપતિ ભવનમાં આ જ વાત કરી હતી. આપણે અરણ્યમાં નહીં આરણ્યક પાસે જવું જોઈએ.બ્રાહ્મણો પાસે તો આપણે જઈએ જ છીએ પરંતુ બ્રાહ્મણગ્રંથો પાસે પહોંચવાનું એટલું જ જરૂરી. પરસ્પર સંવેદના વધે તે સનાતની સાર છે.માં શારદા એ ભક્તિ યોગ છે, વિવેકાનંદજી એ કર્મયોગ છે, અને ઠાકોરજી એ જ્ઞાન યોગ છે. આ રીતે એક આધ્યાત્મિક ત્રિકોણ રચાય છે. જાનકીજીને આપણે ભક્તિ યોગ કહીએ તો સુનયનાજી કર્મયોગ અને જનક જ્ઞાનયોગી છે. તેથી તે પરમહંસ છે હંસના બે રંગ છે.એક સફેદ રંગ જે આપણને દેખાય છે પણ બીજો છે પીળો રંગ.પીળો રંગ એટલે કે રામ એ પીતાંબર ધારી છે તે નિરક્ષિરને તારવી શકે છે. સમાધિના ત્રણ પ્રકાર આપણે ગણીએ, જડ, ભાવ અને સહજ સમાધિ યોગ. ચિત્તવૃત્તિનો નિરોધ નહીં પણ અનુરોધ જરૂરી છે. ત્યાર પછી બાપુએ સૌનામા 16 ગુણી પ્રસન્નતાની જરૂરિયાત પર ભાર મુક્યો.

આજના કથાક્રમમાં શિવજી અને સતી વચ્ચેનો સંવાદ આગળ ચાલ્યો. જેમાં રામ બ્રહ્મ છે તે સંદર્ભે સતીને સંદેહ થાય છે અને તે પરીક્ષા લેવામાં ઈચ્છે છે. તેથી ઈશ્વર એ પરિક્ષાનો નહીં પરંતુ પ્રતિક્ષાનો વિષય છે તેમ બાપુએ જણાવ્યું હતું. આખરે શિવજીની સમાધિમાં ચાલ્યા જાય છે અને પછી સતી તેમની પાસે જાય છે.
આજની કથામાં કેરળના રાજ્યપાલ મહામહિમ શ્રી આરીફ મોહમ્મદ ખાનજીએ ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે માનવતા, ભાઈચારો અને સાંપ્રત સ્થિતિમાં પુ. મોરારિબાપુ દ્વારા યોજાઇ રહેલાં રામકથાના પ્રેમ યજ્ઞની સરાહના કરી હતી.યજમાન શ્રી અરૂણભાઇ શ્રોફ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!