ગુજરાત માં લવ જિહાદ નો અનોખો કિસ્સો:બાંગ્લાદેશી યુવતી એ હિંદુ યુવક ને પ્રેમ ઝાળ માં ફસાવ્યો.

ગુજરાત માં લવ જિહાદ નો અનોખો કિસ્સો:બાંગ્લાદેશી યુવતી એ હિંદુ યુવક ને પ્રેમ ઝાળ માં ફસાવ્યો.
હિંદુ માં થી મુસ્લિમ બન્યો , મુસ્લિમ માં થી પાછો હિંદુ બન્યો…!
રાજકોટ નાં જેતપુર ગામ માં આશ્ચર્ય જનક કિસ્સો સામે આવ્યો હતો. દશનામ ગોસ્વામી સમાજ ના યુવક આશિષ હરેશગીરી ગોસ્વામી ( ઉ.વ.૨૨) નામના યુવક ને ઇન્સ્ટાગ્રામ પર બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે મેસેજ ની આપ લે થી પ્રેમ અંકુર ફૂટ્યાં હતાં. યુવતી એ લગ્ન ની લાલચ આપી હતી અને કહ્યું કે એના માટે પહેલા તારે મુસ્લિમ થવું પડશે ત્યાર બાદ બાંગ્લાદેશ આવી જજે. આપણે નિકાહ કરી લેશું. હિંદુ ધર્મ પર કુતર્ક અને ઇસ્લામ ની વડાઈ કરવા માં આવતી. તેને ઝાકીર નાઈક નું નામ સજેશ કરવા માં આવ્યું એથી આશિષ તેનાં વિડિયો જોવા લાગ્યો. અન્ય પણ કટ્ટર પંથી મૌલાનાઓ નાં યુ ટ્યુબ પર વિડિયો જોવા લાગ્યો. અરબી શીખવા લાગ્યો. બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી દ્વારા બ્રેન વોશ કરવા માં આવતાં હિંદુ યુવક મુસલમાન બનવા તત્પર થઈ ગયો. મસ્જિદ માં રહેવું, પાંચ ટાઇમ ની નમાઝ અદા કરવી, જેવા ઇસ્લામ નાં રુલ્સ ફોલો કરવા લાગ્યો. પ્રેમપાશ માં ફસાઈ જતાં તે પહેરવેશ માં પથાણી પહેરવા લાગ્યો. માથા પર ટોપી, મુસ્લિમ દાઢી, મૂછ મુંડાવી. પોતાનું નામ પણ બદલી નાખ્યું. નવા નામ શેખ મોહમ્મદ અલી સમીર થી પોતાને ઓળખાવવા લાગ્યો. યુવક નાં મા બાપ આખી વાત થી જાણકાર હતાં. ખબર હતી કે છોકરો વટલાઈ ગયો છે, પણ કંઈ અજુગતું ન થાય એ ડરે ચૂપ હતાં. ઘર મેળે સમજાવવા ની કોશિશ કરી હતી. પણ તે માન્યો નહોતો. અંતે ઇસ્લામ કબૂલ કરવા પહેલાં આશિષ જેતપુર ની સરકારી હોસ્પિટલ માં ખતના- સુન્નત કરાવવા ગયો. અહીં હોબાળો મચતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત સમાજ ના અને હિંદુવાદી લોકો એ સમજાવ્યો હતો. પણ તે ટશ નો મશ નહોતો થયો. એથી આખા જેતપુર સહિત રાજકોટ અને સમગ્ર ગુજરાત માં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. બીજે દિવસે રાત્રે અગિયાર વાગે ગોસ્વામી સમાજ , હિંદુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત સમાજ ના અનેક લોકો શેખ મોહમ્મદ ઉર્ફે આશિષ ગોસ્વામી ને મનાવવા ગયા હતા. જેનાં પરિણામ સ્વરૂપે તેણે ફરી સનાતન માં પાછા આવવા નો નિર્ણય કર્યો હતો. દાઢી મુંડન કર્યા બાદ તિલક કરી હનુમાન ચાલીસા બોલાવી હતી તથા જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા. આમ હિંદુ યુવક મુસલમાન બન્યા બાદ ફરી હિંદુ બન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાનાં બાળકો મોબાઈલ માં શું કરે છે તે ધ્યાન રાખવું માતા પિતા ની જવાબદારી બને છે. ધર્મ નું જ્ઞાન આપવું જોઈએ. અન્યથા કંઈ કેટલીયે આફતો આવી શકે છે.
આ લવ જિહાદ નાં નવતર કિસ્સા થી હિંદુ સમાજ માં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. માતા પિતા એ પોતાનાં બાળકો નું ધ્યાન રાખવું જોઈએ એવું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવા માં આવ્યું હતું.
રિપોર્ટ- રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300