અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે

અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે
અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત દરેક મંદિરોમાં, ભાગવત સપ્તાહો, કથાઓ, તેમજ હિન્દુ પરિવારના ઘરે ઘરે પણ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે : શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર સંપર્ક અભિયાન
અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનું જૂનાગઢ મહાનગરમાં ગત તારીખ ૨૬-૧૧-૨૦૨૩, રવિવાર ના રોજ ઢોલ નગારા સાથે સ્વાગત થયા બાદ ૦૩-૧૨-૨૦૨૩, રવિવારના રોજ ભવનાથ મંદિરે પૂજિત અક્ષત કળશનું પૂજન કરી શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના અભિયાનની શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં આવેલ લંબે હનુમાન મંદિર, ગોરક્ષનાથ આશ્રમ, ભારતી આશ્રમ, સર્વે આખાડાઓ, અવધૂત આશ્રમ સહિતના નાના મોટા આશ્રમો, મંદિરોમાં સફાઇ કર્મચારીઓ દ્વારા કળશની પધરામણી કરી પૂજન કરવામાં આવેલ અને હવે આગામી દિવસોમાં જૂનાગઢ સ્થિત આવેલ દરેક નાના મોટા મંદિરો તેમજ પોતાના ઘરમાં જે પરિવારો કળશની પધરામણી કરવા ઈચ્છતા તે તમામના ઘરે ઘરે પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે
આ અક્ષત કળશ રથ યાત્રામાં
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દૂ પરિષદના તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300