ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં ભાવનગરના લેખક ની નિમંત્રિત સભ્ય તરીકે નિમણૂક…

ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં ભાવનગરના લેખક પ્રવીણ સરવૈયાની નિમંત્રિત સભ્ય તરીકે નિમણૂક…
ગુજરાતી સાહિત્ય પરિષદ વર્ષ ૨૦૨૧-૨૩ની તારીખ ૩૦-૧૨-૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે મળેલ કારોબારી બેઠકમાં વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૬ માટેની મધ્યસ્થ સમિતિમાં “નિમંત્રિત સભ્ય” તરીકે ભાવનગરના પ્રવીણ સરવૈયા (વાર્તાકાર, નિબંધકાર, પક્ષી અને પર્યાવરણપ્રેમી)ની સમિતિએ પસંદગી થયેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, મધ્યસ્થ સમિતિ માટે પરિષદના બંધારણની જોગવાઈ મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદમાં મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલાં ૪૦ સભ્યો ઉપરાંત બીજા પાંચ સભ્યોની નિયુક્તિ નિવૃત્ત થતી કાર્યવાહક સમિતિ દ્વારા નવી ટર્મની ચૂંટણી થયા બાદ અને નવી મધ્યસ્થ સમિતિ કાર્યરત થાય તે પૂર્વે કરવામાં આવે છે.
આ માટે પરિષદના મહામંત્રીશ્રી નિવૃત્ત થતી મધ્યસ્થ સમિતિના સભ્યો પાસે છેલ્લી ચૂંટણીમાં ઊભા ન રહ્યા હોય અને સાહિત્ય સર્જન તથા સ્વાધ્યાય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરેલ હોય તેવા સાહિત્યકારોના નામ મગાવે છે અને મળેલ નામોમાંથી વરણી કરે છે.
શ્રી પ્રવીણ સરવૈયાએ સર્જન ક્ષેત્રે ઘણું ખેડાણ કર્યું છે. ભાવનગર ગદ્યસભામાં ઘણા સક્રીય છે. ઘણી વાર્તાસ્પર્ધાઓમાં તેઓની વાર્તાઓ ઇનામને પાત્ર ઠરી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્તા સંચયમાં તેઓની વાર્તાને સ્થાન મળ્યું છે. અને વાર્તાકાર તરીકે તેઓના સર્જનની નોંધ લેવામાં આવી છે.
ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી પ્રવીણ સરવૈયાના સાહિત્ય સર્જનની નોંધ લઈ મધ્યસ્થ સમિતિમાં “નિમંત્રિત સભ્ય” તરીકે વરણી કરતાં ભાવનગર ગદ્યસભા વતી ડૉ. ગંભીરસિંહ ગોહિલ, માય ડિયર જયુ, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, અજય ઓઝા, નટવર વ્યાસ; શિશુવિહાર બુધસભા વતી ડૉ. માનસીબેન ત્રિવેદી; કવિતાકક્ષ વતી હિમલભાઈ પંડ્યા તથા ભાવનગર જિલ્લા પંચાયત રિક્રિએશન ક્લબના પૂર્વ પ્રમુખ શ્રી વાસુદેવસિંહ સરવૈયા સહિતના સાહિત્યપ્રેમીઓએ ખૂબ રાજીપા અને આવકાર સાથે શ્રી સરવૈયાને અભિનંદન પાઠવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300