બોરસદ : રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
તા. 12 જાન્યુઆરી 2024 શ્રી આર.પી.અનડા કૉલેજ ઑફ એજ્યુકેશન , બોરસદમાં સ્વામીવિવેકાનંદજીની 161મી જયંતી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી.’સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો’ વિષય પર યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં કૉલેજનાં સેમેસ્ટર -૨ તથા સેમેસ્ટર -૪નાં આઠ જેટલા પ્રશિક્ષણાર્થીઓએ ભાગ લઈને સ્વામી વિવેકાનંદે દર્શાવેલ શિક્ષણનું અંતિમ ધ્યેય, માતૃભાષા દ્વારા શિક્ષણનું મહત્ત્વ , શિક્ષણ દ્વારા ચારિત્ર્ય નિર્માણ , યુવાન કેવો હોવો જોઈએ વગેરે વિષયક વિચારો સંદર્ભે પોતાનાં વિચારો રજૂ કર્યાં હતાં.વિજેતા સ્પર્ધકોને સ.પ.યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર , શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી ઈન્ટર્નશીપ માટે આવેલ એમ.એડ્.ની તાલીમાર્થી બહેનો તરફથી ઈનામ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમને અંતે પ્રિન્સિપાલ ડૉ.જે.કે.તલાટીએ સ્વામી વિવેકાનંદના વિચારો સંદર્ભે પોતાનાં પ્રાસંગિક વિચારો રજૂ કરી આત્મવિશ્વાસ સભર , સામર્થ્યવાન, ચારિત્ર્યવાન યુવાન બનવા આહવાન કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300