ડેડીયાપાડા : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમા સાયબર સિક્યોરીટી અંગે જાગૃતિ સેમિનાર

ડેડીયાપાડા : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમા સાયબર સિક્યોરીટી અંગે જાગૃતિ સેમિનાર
Spread the love

ડેડીયાપાડા : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમા સાયબર સિક્યોરીટી અંગે જાગૃતિ સેમિનાર

ઓનલાઇન ફરીયાદ કરવા માટે ૧૯૩૦ પર કોલ કરી સાયબર ફ્રોડથી બચવા અને ૧૫૫૨૬૦ હેલ્પલાઇનની મદદ લેવા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા


નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા મથક પરની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે આજરોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ “પંચપ્રકલ્પ આઝાદી કા અમૃત મહોત્સવ” અને એન. એસ.એસ. દ્વારા સાયબર સિક્યોરીટી અને નશીલા પદાર્થોના ઉપયોગથી દૂર રહેવા અંગે જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજાયો હતો

દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પંડ્યા દ્વારા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સાયબર એટેક વિશે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી થાય તો તેનાથી કેવી રીતે બચી શકાય, ઓનલાઇન ફરીયાદ કરવા માટે ૧૯૩૦ પર કોલ કરી સાયબર ફ્રોડથી બચવા અને ૧૫૫૨૬૦ હેલ્પલાઇનની મદદ લેવા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. નશીલા પદાર્થોથી દૂર રહેવાની હાકલ કરી હતી કોલેજના આચાર્ય ડો.અનિલાબેન પટેલે કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવા તથા કાર્યક્રમનું સંચાલન જયશ્રીબેન વસાવાએ કર્યું હતું.

રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!