ખેડબ્રહ્મા:14 મા રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ખેડબ્રહ્મા:14 મા રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.
Spread the love

ખેડબ્રહ્મા:14 મા રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી વંદનાબેન પરમાર ની અધ્યક્ષતામાં 14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
મતદાતા દિવસની ઉજવણી શા માટે તેની વિગતવાર ચર્ચા એન્કર ધીરુભાઈ દ્વારા આપવામાં આવી
ત્યારબાદ મામલતદાર ખેડબ્રહ્મા એન્ટી પરમાર દ્વારા પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું
આ સાથે નવીન મતદારો ના એપીક કાર્ડ પ્રાંત અધિકારી વંદનાબેન પરમારના હસ્તે પુષ્પગુચ્છ થી સન્માન કરી
એ પીક કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું.
સાથે સાથે મતદારયાદીના ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરેલ વેસ્ટ બિયેલું અને સુપરવાઇઝર સ્ત્રીઓનું પ્રાંત અધિકારી દ્વારા પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું


યુવા મતદાર મહોત્સવ જેવા કે પોસ્ટર ડિઝાઇન,ઝીંગલ ઓડિયો,ટેગલાઇન સ્લોગન, વિડીયો વગેરેમાં ભાગ લેનાર યુવા મિત્રોનું પ્રમાણપત્ર અને પુષ્પ ગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું.
અધિકારી વંદનાબેન પરમાર એ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની વિગતવાર માહિતી ઉપસ્થિત પ્રેક્ષક ગણને આપી હતી
અવસર લોકશાહીનો, મારા ભારતનો, દસ મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન શા માટે ?
સાથે સાથે નવા નોંધાયેલા યુવા મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
14 માં રાષ્ટ્રીય મતદાતા દિન ની થીમ મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ. તેવોસંદેશો આપવામાં આવ્યો હતો.
14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે મામલતદાર એન.ટી પરમાર, પ્રાંત અધિકારી વંદનાબેન પરમાર મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીનો સમગ્ર સ્ટાફ, નવા મતદાર યુવા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!