રાજકોટ : ઇ-ગુજકોપની મદદથી મોબાઇલ ફોન તથા મોટરસાયકલની ચોરી પકડી પાડતી થોરાળા પોલીસ.

રાજકોટ શહેર ઇ-ગુજકોપની મદદથી મોબાઇલ ફોન તથા મોટરસાયકલની ચોરી પકડી પાડતી થોરાળા પોલીસ.
રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધી ચૌધરી, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પુજા યાદવ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશનર બી.વી.જાધવ (પુર્વ વિભાગ) ની સુચનાથી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમે ઇ-ગુજકોપની મદદથી રાજકોટ શહેર તથા આજુ-બાજુના વિસ્તારમા આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રીના સમયે પરપ્રાંતીય મજુરોના મોબાઇલની ચીલઝડપ કરી ભાગી જતા આરોપીઓને કુલ-૫૯ મોબાઇલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ કિ.રૂ.૪,૮૦,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. થોરાળા પોલીસ સ્ટેશન ખાતે શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચીલઝડપનો બનાવ બનતાં પોલીસ ઇન્સપેક્ટર બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ એચ.ટી.જીંજાળા સહિતના સ્ટાફે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવા, ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ઇ-ગુજકોપ અને પોકેટકોપ મોબાઇલની મદદથી વણશોધાયેલ ચોરી તથા ચીલઝડપના ગુન્હાના આરોપીઓને શોધવા શંકાસ્પદ ઇસમોને ચેક કરવા પેટ્રોલીંગ દરમિયાન જયદિપસિંહ જાડેજા, સંજયભાઇ હેરમા, રાકેશભાઇ પ્રભાતભાઇ બાલાસરા મળેલી બાતમીના આધારે શકમંદ ઇસમો શાહનવાજ ઉર્ફે નવાજ વરીયા (ઉ.૧૯) અને અમન ઉર્ફે બાટલી જાવીદભાઇ ઓસમાણભાઇ કૈયડા (ઉ.૨૦) ને ચેક કરતા પ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. બન્ને ઇસમોને મોબાઇલ બાબતે વધુ પુછપરછ કરતા બન્ને ઇસમોએ ચોરી કબુલી લીધી હતી. પોલીસ ટીમે બન્ને ઇસમો પાસેથી અલગ-અલગ કંપનીના પ૩ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા. આ રીતે મોબાઈલ અને બાઈક સહીત કુલ રૂ.૪,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ .દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300