હારીજ ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સમર્થનમાં મામલતદાર ને આવેદનપત્ર આપ્યું..

હારીજ ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સમર્થનમાં મામલતદાર ને આવેદનપત્ર આપ્યું..
હિન્દુ ધર્મના લોકો તેમજ સાધુ-સંતો એકઠા થઇ સુત્રોચ્ચાર કર્યા બાદ હારીજ મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું…
પાટણ જિલ્લાના હારીજ શહેરની અંદર સામાજીક સમરસતા મંચ ગુજરાત ના નેજા હેઠળ હારીજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં શ્રી મદ્ ભગવદ્ ગીતા ના જ્ઞાનને પાઠ્ય પુસ્તકોમા સમાવવામાં આવ્યું છે. જેનો કેટલાક વિરોધ કરી રહ્યા છે. ત્યારે તેને વખોડવામાં આવ્યો હતો. અને પાઠ્યપુસ્તકો મા સમાવેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ ને સમર્થન આપ્યું હતું.
ગુજરાત ની શાળાઓના પાઠ્યપુસ્તકો મા શિક્ષણ વિભાગ દ્વારા હિન્દુ ધર્મ ના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા ના પાઠોનુ સમાવેશ કરવામાં આવ્યા છે. ત્યારે કેટલાક ધર્મ વિરોધી અને દેશ વિરોધી સંગઠનો એ પાઠ્યક્રમ માંથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠને દુર કરવા માટે વિવિધ જીલ્લા તથા તાલુકાઓમાં આવેદનપત્ર આપીને દુર કરવા માંગ કરાઇ હતી. ત્યારે તેના વિરોધમાં અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના સમર્થનમાં હારીજ ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાત ના નેજા હેઠળ તમામ હિન્દુ ધર્મના લોકો તેમજ સાધુ-સંતો એકઠા થયા હતા.ત્યારબાદ સુત્રોચ્ચાર કર્યા બાદ હારીજ મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમજ હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેદનપત્ર આપવા આવેલા તમામ હાજર લોકોને આગામી 30 તારીખ સુધીમાં દરેક ગામમાંથી આવેદનપત્ર આપવા સૂચના આપવામાં આવી હતી.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300