માંગરોળ : ભાજપ ના ઉમેદવારો નો ચૂંટણી પ્રચાર : ઢોલ નગારા ના તાલ સાથે અનેક સમર્થકો સાથે યોજી રેલી

માંગરોળ : ભાજપ ના ઉમેદવારો નો ચૂંટણી પ્રચાર : ઢોલ નગારા ના તાલ સાથે અનેક સમર્થકો સાથે યોજી રેલી
માંગરોળ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઢોલ નગારા ના તાલ સાથે રેલી યોજાય રેલી સ્વરૂપે કાર્યકરો સાથે અગ્રણી આગેવાનો પ્રચારમાં જોડાયા હતા
માંગરોળ માં બી.જે.પી ના ઉમેદવારો કાર્યકરો સાથે અગ્રણી આગેવાનો ઢોલ નગારા ના તાલ સાથે ચુંટણી પ્રચારમાં જોડાતા મતદારો અને કાર્યકરો માં ખૂબજ ઉત્સાહ સાથે ખુશી ની લહેર જોવા મળી રહી છે
બેન્ડ વાજા અને ઢોલ નગારા ના તાલે વોર્ડ નંબર 3 ના ચુંટણી કાર્યાલયે થી નીકળી સલાટ વાડા, બહારકોટ, ગાંધી ચોક,કાપડ બજાર, ગાય ચોગાન, લીમડા ચોક, શીરાજ રોડ, ટાવર રોડ, સરકારી હોસ્પિટલ રોડ, માત્રી માતાજી નું મંદિર, માંડવી ગેઈટ સહીત ના વિસ્તારોમાં આ રેલી પસાર થયેલી અને ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ને ખૂબજ આવકાર મળી રહ્યો છે
આ તકે ભારત માતા કી જય,વંદે માતરમ્ ના નાદ સાથે ઠેર ઠેર વાતાવરણ ગુંજી રહ્યું હતું
આપણાં લોક લાડીલા ધારાસભ્ય શ્રી ભાગવાનજી ભાઈ કરગઠિયા ના ખૂબજ સુન્દર નેતૃત્વ માં માંગરોળ નગરપાલિકા માં ભાજપનો ભગવો લહેરાવવા શ્રી વેલજી ભાઈ મસાણી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશ ભાઈ સોમૈયા સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે આ પરિશ્રમ ને સાર્થક બનાવવા આપણે પણ એમાં સહભાગી બનીએ
સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો
સાથે અગ્રણી આગેવાનો, કાર્યકરો સહિત અનેક લોકો માંગરોળ ના દરેક વોર્ડ વિસ્તારમાં ડોર ટુ ડોર મતદારો સાથે રૂબરૂ મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટી એ દરેક વોર્ડ માં વોર્ડ વાઈજ ચાર ઉમેદવારો વોર્ડ વાઈજ ઉમેદવારો ઉભેલા હોય તે તમામ ઉમેદવારો ને ચારે ચાર મત ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ની પેનલને મળે એવી મતદારોને અપીલ કરવામાં આવી રહી હતી અને મતદારોને કમળના નિશાન નુ બટન દબાવી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોની પેનલના ચારે ચાર ઉમેદવારો ને ખૂબજ જંગી બહુમતી સાથે વિજય બનાવવા માટે આ તકે હાકલ કરવામાં આવી હતી
અગ્રણી આગેવાનો એ “કમળ પર મતદાન કરી વિજયની વાત કરી” આસા વ્યકત કરી હતી કે 16 તારીખે માંગરોળ ના મતદારો બીજેપી તરફેણ મતદાન કરશે અને ભારતીય જનતા પાર્ટી ને બહુમતી આપશે એવો અમોને માંગરોળ ના મતદારો પર પૂરો વિશ્વાસ છે. કોઈ ગમે એટલા પ્રયાસો કરે,ગમે એટલી વિકાસની વાતો કરે પરંતુ માંગરોળ નો મતદાર છેતરાવાનો નથી. દિલ્લી ની જેમજ માંગરોળ માં પણ 16 મી તારીખે દરેક વોર્ડ માં કમળ ઉપર મતદાન આપીને ઉમેદવારોને વિજયી બનાવે તેવી મતદારોને વિનંતી કરવામાં આવી
માત્રી માતાજી ના મંદિર વિસ્તાર માં વોર્ડ નંબર 2 ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી ભગીરથશીંહ ચુડાસમા ના નિઃસ્વાર્થ સેવા કાર્યોની આ વિસ્તારના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનો ને તેમના નિઃસ્વાર્થ કાર્યો ની ખૂબજ પ્રશંસા ઓ કરતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા
માંગરોળ માં ચૂંટણીનો માહોલ બરાબનો જામ્યો છે અને આપણાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી ના નેતૃત્વમાં માંગરોળ વાસી ઓ પણ માંગરોળ નગરપાલિકા માં ભગવો લહેરાવવા થનગની રહ્યા છે ત્યારે કોઈપણ મતદાર પોતાનો કીમતી મત એળે ન જવાદે અને કમળ ના નિશાન પર ક્લિક કરે અને ભાજપ નો ભગવો લહેરાવવા તારીખ 16/02/2025 ને રવિવારના રોજ મતદાન અવશ્ય કરીએ અને કરાવિએ
મોદી સરકારે તમામ કોમ સમાજ અને પ્રાંત ના લોકોને એક કરી ભાજપે રામ મંદિર નિર્માણ શક્ય બનાવ્યું છે.અને કાશ્મીર ના વિકાસ માં અવરોધક બનેલ બંધારણની કલમ 370 અને 35 A ની રદ કરી કાશ્મીર ને વિકાસ ના પંથે આગળ ધપાવ્યું છે.ભાજપે જે જે વચનો પ્રજાને આપ્યા છે તે વચનો પાળ્યા છે અને આવશ્યકતા પ્રમાણેના વિકાસ કર્યો કરી તે ભારતની પ્રગતિને નવી ઉંચાઈ લઈ જઈ રહ્યા છે.
દેશમાં સમૃદ્ધિ, સુરક્ષા પ્રદાન કરનાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં પહેલા દંગા થતા હતા, કરફ્યુ, આતંકી ધટના થતી હતી. 20 વર્ષમાં દંગા, આતંકી ધટના, કરફ્યુ નથી થયા. બહેનોની સુરક્ષા, વિકાસ ને કારણે ગુજરાત મોડલ બન્યું છે. અનેક યોજનાઓ અમલી બની છે. કોરોના ના સંકટ સમયમાં ભાજપ દેશવાસીઓ સાથે હતી. ભારતમાં 135 કરોડ લોકો માટે વેક્સિન, ફ્રીમાં ઉપચાર, ફ્રીમાં ટેસ્ટ, ફ્રીમાં વેક્સિન અને 80 કરોડ લોકોને ફ્રીમાં રાશનની સુવિધા કરી હતી. સંકટ સમયે ભાજપ લોકોની સાથે હોય છે. જે બોલે છે તે કરે છે
આજની રેલી અને ચુંટણી પ્રચારમાં અગ્રણી આગેવાનો ખૂબજ બહોળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા અગ્રણી આગેવાનો ની ઉપસ્થિતિ ને કારણે ઉમેદવારો હોદ્દેદારો અને કાર્યકરો માં જીત નો જુસ્સો ઉમેરી અનેરો ઉત્સાહ વધાર્યો હતો
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300