મતદાનના દિવસે મતદારોને રજા આપવા સાબરકાંઠા કલેકટર નો આદેશ.

મતદાનના દિવસે કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા અથવા અઠવાડિક રજાની અવેજીમાં રજા આપવા કલેક્ટરશ્રી સાબરકાંઠાએ આદેશ કર્યો
ગુજરાત રાજ્યમાં તા.૧૬/૦૨/૨૦૨૫,ના રોજ મહાનગરપાલિકા,નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસ્થી/પેટા ચૂંટણી-સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજશે.
ગુજરાત રાજ્યના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરશ્રી ને મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના વિસ્તારમાં સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલ્વે, ટેલિફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજયક સંસ્થાઓ, હોટલો, ઔધોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/ કચેરીઓ ના કામદારો/કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેમ સંસ્થાના વડા કે કચેરીના વડા, સંચાલકોને આથી જણાવવામાં આવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300