સમી : BSF નિવૃત જવાનને ખનીજ માફીયાઓ દ્વારા ઢોર માર મારતા DYSPને આવેદનપત્ર અપાયું

સમી : BSF નિવૃત જવાનને ખનીજ માફીયાઓ દ્વારા ઢોર માર મારતા DYSPને આવેદનપત્ર અપાયું
Spread the love

સમી : BSF નિવૃત જવાનને ખનીજ માફીયાઓ દ્વારા ઢોર માર મારતા DYSPને આવેદનપત્ર અપાયું

પાટણમાં ભૂ-માફિયાઓ દ્વારા નિવૃત BSF જવાન પર હુમલો કરાતા DYSP કચેરીએ આર્મી જવાનોઓએ આવેદનપત્ર પાઠવી કડક સજાની કરી માંગ..

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામ ખાતે પેરા મીલેકટ્રી નિવૃત BSF જવાન પર ભૂ-માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય જે ઘટના ને પગલે પેરા મીલેકટ્રીના તમામ BSF જવાનો એકસાથે સંગઠન સાથે મળી રાધનપુર dysp કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.ઘટનામાં જોઈએ તો ભૂ-માફિયાઓ દ્વારા bsf જવાન પર હુમલો કરવામાં આવ્યો હોય તેવા ભૂ-માફિયાઓને કડકમાં કડક સજા થાય અને કાયદેસસરની કાર્યવાહી કરવા પેરા મિલેક્ટ્રી નિવૃત BSF જવાનોએ તંત્ર પાસે અપેક્ષા સાથે રાધનપુર dysp કચેરી ખાતે પહોંચી dysp ડી. ડી. ચૌધરીને આવેદનપત્ર પાઠવ્યું હતુ.


મહત્વનું છે કે, ઘટનામાં ગોચનાદ ગામ ખાતે ભૂ-માફિયાઓ દ્વારા નિવૃત BSFના જવાન પર હુમલો કરાતા આર્મીના જવાનો DYSP કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.અને bsf જવાનને ઢોરમાર મારતા હાલ BSF જવાન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હોવાનું bsf દાનાભાઇએ જણાવ્યું હતુ.ત્યારે આ ઘટના ને પગલે આર્મી જવાનોઓએ આવેદનપત્ર પાઠવી ભૂ માફિયાઓ સામે કડકમાં કડક સજા કરવાની તંત્ર પાસે માંગ કરી છે. તેમજ જૉ એક અઠવાડિયાની અંદર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ BSF જવાનોએ તૈયારી દર્શાવી છે.

BSFના નિવૃત્ત જવાન, જેમણે દેશના વિવિધ રાજયોની અને આંતરિક સુરક્ષામાં મોટું યોગદાન છે

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામના રહેવાશી ચૌધરી જયંતિભાઈ પરમાભાઈ જેઓ બી.એસ.એફ.ના નિવૃત્ત જવાન છે. જેમણે દેશના વિવિધ રાજયોની અને આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપી નિવૃત થઈ પોતાના પરિવારનું પાલન પોષણ ખેતી કરીને કરી રહ્યા છે.ત્યારે તેમના દ્વારા આપેલ સંગઠનને આવેદનપત્રથી જે જાણકારી મળી છે.
તે મુજબ તેમની માલીકીની જમીનમાં વાડીએ (ખેતરે) જવાના રસ્તામાં ખનીજ માફીયાઓ દ્વારા ઢોર માર મારવામાં આવેલ છે. અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવેલ છે.જે ઘટનાને પગલે રાધનપુર dysp કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.અને કાયદાકીય રીતે કાર્યવાહી કરાવીને જવાનને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે.આ બાબતને ગંભીરતા થી લઈ ત્વરીત ન્યાય અપાવવાની માંગ કરાઈ છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!