શંખેશ્વર: પાંડવો કાલિન લોટેશ્વર ખાતે માર્કંન્ડ ઋષિની તપોભૂમિમાં શિવ મંદિરે ત્રિ-દિવસીય કાર્યક્રમો યોજાશે..

શંખેશ્વર: પાંડવો કાલિન લોટેશ્વર ખાતે માર્કંન્ડ ઋષિની તપોભૂમિમાં શિવ મંદિરે ત્રિ-દિવસીય કાર્યક્રમો યોજાશે..
શંખેશ્વર: પાંડવો કાલિન લોટેશ્વર ખાતે માર્કંન્ડ ઋષિની તપોભૂમિમાં શિવ મંદિરે ત્રિ-દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાશે..
એક લોકવાયકા પ્રમાણે આ વિસ્તાર હેડંબા વન કહેવાતું. આ સ્થળે માર્કંન્ડ ઋષિનો આશ્રમ આવેલો હતો
પાંડવો વનવાસ અંતર્ગત પરિભ્રમણ દરમિયાન આ સ્થળે રોકાયેલા,આ તિર્થ સ્થળ લોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં આવેલ પાંડવો કાલિન લોટેશ્વર ખાતે માર્કંન્ડ ઋષિની તપોભૂમિમાં પુનઃ નિર્માણ પામેલા શિવ મંદિરે ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યો છે.
આગામી તા. 17, 18, અને 19. ફેબ્રુઆરી એમ ત્રણ દિવસીય પુનઃ નિર્માણ પામેલા મંદિરનાં શિખર અને શિવ પરિવાર દેવોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
એક લોકવાયકા પ્રમાણે આ વિસ્તાર હેડંબા વન કહેવાતું. આ સ્થળે માર્કંન્ડ ઋષિનો આશ્રમ આવેલો હતો અને તે સમયે પાંડવો વનવાસ અંતર્ગત પરિભ્રમણ દરમિયાન આ સ્થળે રોકાયેલા.અને પાંડવો સાથે કુંન્તામાતાને શિવલિંગની પૂજા કર્યા પછી જ જમવાની ટેક હતી. એક વખત ભીમસેનને ખૂબ ભૂખ લાગેલી, તેથી માટીની લોટી ઊંધી કરીને એને શિવલીંગ માનીને ધર્મરાજા પાસે પૂજા કરાવેલી ત્યારથી આ તિર્થ લોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
કહેવાયછે કે આ મંદિર અને પાંચ કુંડ નાડોદા રાજપૂત કરમશીભા રથવીએ વિધર્મીઓના હાથે ખંડીત થતાં બચાવ્યું હતું. પાંડવો કાલિન કુંડ પણ આ સ્થળે આવેલા છે, તે કુંડમાં શિવ ભક્તો સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. અહીં મોટો મેળો ભરાય છે. એને લોકો ‘ઝોડીયો મેળો’ કહે છે. આ કુંડમાં સ્નાન કરવાનું કુંભમેળામાં સ્નાન કર્યા જેટલું મહાત્મ્ય ગણાય છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300