પોતાના ઘરમાં પોતાના પતિ સાથે પણ પરિણીતા સલામત છે ખરી?

સુરત આમ તો ખુબ જ ઉદાર ઝિંદાદીલ અને ખુબસુરત છે પણ તાજેતરની કેટલી ઘટનાઓ ખુબ જ ગંભીર કહી શકાય. હોસ્ટેલમાં શરમજનક રેગિંગની ઘટના બહાર આવી છે. હત્યા મારામારીના બનાવો રોજિંદા થઈ ગયાં છે. એમાં શહેરના છેડે આવેલા પુણાની એક ઘટના ખુબ જ હૃદયદ્રાવક છે. આ ઘટનાએ આપણી સામે સામાજિક અને સલામતીના અનેક સવાલો ઊભા કર્યા છે.
પરણિત મહીલા પોતાના ઘરમાં પોતાના પતિ સાથે સુતી હોય તો એ મહીલા સલામત ગણાય કે નહી? ના હવે નહી ગણાય. પોતાના ઘરમાં એક પરણિત મહીલા પોતાના પતિ સાથે સુતી છે. રાતના ત્રણ વાગ્યાનો સમય છે. સ્વાભાવિક છે કે દંપતી સુતું હોય. એમાં રાતે ત્રણ વાગે ત્રણ હેવાનો નરપિશાચો દરવાજો ખખડાવે છે. પતિએ અંદરથી ઉંઘમાંથી ઊઠીને પૂછ્યું કોણ છે? જવાબ મળ્યો પોલીસ છે. પોલીસનું નામ સાંભળી પતિ દરવાજો ખોલે છે. પોતાની બરબાદીનો દરવાજો ખોલે છે . દરવાજો ખોલતા ત્રણ હેવાનો ચપ્પુ લઈ ઘરમાં ઘુસી ગયા પતિને દુપટ્ટાથી બાંધીને પત્નીને ઢસડીને ધાબા પર લઈ ગયા. ધાબા પર આ હેવાનોએ પરણિતા પર બળાત્કાર કર્યો. આરામથી કામ પતાવી પાછો એનો વિડિઓ ઉતાર્યો. આરામથી બે કલાક સુધી પરણિતાને પીંખતા રહ્યા બિંદાસ બેરોકટોક જાણે કાયદાકાનુનની મજાક ઉડાવતા રહ્યા પકડાવવાનો કોઈ ડર નહોતો.
આ હેવાનોની હિંમત તો જુવો. બે કલાકમાં ત્રણ વખત પરણિતાની ઈજ્જત લૂંટતા રહ્યા પરણિતાને ગુપ્ત ભાગે ઇજા પહોંચતા નવી સિવિલ ખસેડવામાં આવી છે. પાછા આ ત્રણ હેવાનો ધાબા પરથી નીચે આવી ૩૦હજાર રોકડા બે સોનાના બ્રેસ્લેટ અને મોબાઈલ પણ લઈ ગયા.
આ ઘટનાએ સુરતની આન બાન શાનને બટ્ટો લગાવ્યો છે. સુરતને માથે કલંક લગાવ્યું છે ઘરમાં જો પતિ સાથે સુતેલી પરણિતા સલામત ના હોય તો ક્યાં સલામત હોય કોઈ મને કહેશે?
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા. સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300