સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ઉજવાયેલો માતૃભાષા મહોત્સવ

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ઉજવાયેલો માતૃભાષા મહોત્સવ
Spread the love

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ઉજવાયેલો માતૃભાષા મહોત્સવ

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં 21 ફેબ્રુઆરીએ ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તા તરીકે ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય કવિ શ્રી ડો.વિનોદ જોશી, વરિષ્ઠા પત્રકાર શ્રી જયેશ દવેએ માતૃભાષા વિશે સુંદર વાત કરી હતી .ડૉ .વિનોદ જોશીએ કહ્યું હતું કે માતૃભાષા લયબદ્ધ રીતે વિકાસ પામતી ભાષા છે. શ્રી જયેશ દવે કહ્યું હતું કે આપણા પરિચિત પ્રદેશ માંથી જ માતૃભાષા વિકાસ પામે છે. આચાર્યશ્રી વંદનાબેન ગોસ્વામી એ કહ્યું હતું કે જ્યાં સુધી ગ્રામ્ય સંસ્કૃતિ છે ત્યાં સુધી આપણી માતૃભાષા જળવાયેલી રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિગ્ગજ સંચાલક શ્રી મિતુલ રાવલે કર્યું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા શ્રી વિનોદ જોશી ની રચના મોર ટહુકા કરે કૃતિની નૃત્ય રજૂઆત કરવામાં આવી હતી માતૃભાષાના દિવસે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ રાખવામાં આવ્યો હતો ,જેમાં શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ માટે ટ્રાન્સપરન્ટ પેડ પાઉચ અને પેન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી ડોક્ટર વિનોદ જોશી એ ધોરણ 10 માં આવતી ગુજરાતી ની એમની હું એવો ગુજરાતી કવિતા વિદ્યાર્થીઓને સમજાવી હતી .વિદ્યાર્થીઓને આ એક સુંદર અવસર મળ્યો હતો કે જે કવિની રચના કવિએ રચી છે એના મુખે જ એ સમજવાની મજા શબ્દ ન જ થઈ શકે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!