મહાશિવરાત્રી મેળાના પાંચ દિવસ દરમિયાન પ્રાથમિક સારવાર, ઇમરજન્સી મેનેજમેન્ટ સેવા કાર્યરત

મહાશિવરાત્રી મેળાના પાંચ દિવસ દરમિયાન પ્રાથમિક સારવાર, ઇમરજન્સી મેનેજમેન્ટ સેવા કાર્યરત
Spread the love

મહાશિવરાત્રી મેળો-૨૦૨૫

શ્રી નાકોડા ભૈરવ ચિકિત્સાલય, ભવનાથ તળેટી ખાતે જી.એમ.ઈ.આર.એસ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ સંચાલિત રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાયજ્ઞ

મહાશિવરાત્રી મેળાના પાંચ દિવસ દરમિયાન પ્રાથમિક સારવાર, ઇમરજન્સી મેનેજમેન્ટ સેવા કાર્યરત : સિવિલ હોસ્પિટલ ડોક્ટરની ટીમ ખડેપગે

જૂનાગઢ  : સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે આજથી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-૨૦૨૫નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવતા ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સુચારું સંચાલન વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સમિતિઓના માધ્યમથી તમામ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે.
મેળા દરમિયાન ભીડના કારણે શ્વાસ રૂંધાઈ જવો, હીટ સ્ટ્રોક લાગવો, સતત ચાલવાથી થાક અનુભવવો ઉપરાંત ઇમરજન્સીના સમયે તત્કાલ મદદ મળી રહે અને સારવાર કરી શકાય તે માટે શ્રી નાકોડા ભૈરવ ચિકિત્સાલય, ભવનાથ તળેટી ખાતે જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ સંચાલિત રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાયજ્ઞ માટે આરોગ્ય સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે.
આ આરોગ્ય સેન્ટર ખાતે બેઝિક ટ્રીટમેન્ટ ફેસિલિટી, ઓ.પી.ડી. સેવા, ડે કેર સર્વિસ, સામાન્ય ઘાવ માટે ડ્રેસિંગ સર્વિસ, ઇમરજન્સી પેશન્ટ મેનેજમેન્ટ સહિતની સેવાઓ ઉપલબ્ધ છે. આ તમામ સેવાઓ રાઉન્ડ ધ ક્લોક ૨૪ કલાક કાર્યરત છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમ કુલ ૦૨ શિફ્ટમાં કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, આ આરોગ્ય સેન્ટર ખાતે દવાઓનો પુરતા પ્રમાણમાં જથ્થો પણ ઉપલબ્ધ છે.
આરોગ્ય સેન્ટર ખાતે ફરજનિષ્ઠ ડો. નરેન્દ્રભાઈ નસીતે (એમ.બી.બી.એસ) જણાવ્યુ કે, મહાશિવરાત્રી મેળાના પાંચ દિવસ દરમિયાન ડોક્ટરની ટીમ સતત કામગીરી માટે કાર્યરત રહેવાની છે. ઉપરાંત સામાન્ય સારવારથી લઈને ઇમરજન્સી પેશન્ટ મેનેજમેન્ટ માટે આરોગ્ય સેન્ટર પર તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિ બનાવવામાં આવી છે,જેમાં આરોગ્ય સેવા સમિતિ પણ સામેલ છે. આ સમિતિ દ્વારા મેળાના પાંચ દિવસ દરમિયાન સતત દેખરેખ રાખવામાં આવશે અને મેળા માટે નિયત થયેલ ભવનાથ તળેટીની જગ્યામાં કાર્યરત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય સેન્ટર પર કાર્યરત ડોક્ટર્સની તમામ ટીમ, તમામ સ્ટાફને સતત માર્ગદર્શન, દિશાનિર્દેશ આપવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!