રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી શ્રી મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયાં

રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી શ્રી મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયાં
Spread the love

રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયાં

કેબિનેટ મંત્રીશ્રીએ ભવનાથ મહાદેવ દર્શન અને પૂજા અર્ચના કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી


દોલતરામબાપુના આશ્રમ, મુચકુંદ ગુફા સહિતના આશ્રમોની મુલાકાત કરી : સાધુ સંતો દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી


જૂનાગઢ : રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યાં હતા.
મંત્રીશ્રીએ કેબિનેટ મંત્રીશ્રીએ ભવનાથ મહાદેવ દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ તકે મંત્રીશ્રીનું ભવનાથ મંદિર ખાતે મહાદેવગીરી બાપુ દ્વારા સન્માન – અભિવાદન કરવામાં આવ્યું હતું


મંત્રીશ્રીએ ભવનાથ તળેટી ખાતે જુદા જુદા આશ્રમો અને સંતો મહંતોની મુલાકાત કરી હતી અને તેમણે દોલતરામ આશ્રમ સહિતની સેવાભાવી સંસ્થાઓની પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમણે વેલનાથબાપુના મંદિર, દોલતરામબાપુના આશ્રમની મુલાકાત કરી હતી. શ્રી દોલતરામ બાપુએ પણ મંત્રીશ્રીનું સ્વાગત- સન્માન કર્યું હતું.


મંત્રીશ્રીએ શ્રી મુચકુંદ ગુફા આશ્રમે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ત્યાં મુચકુંદ ગુફા આશ્રમના ૧૦૦૮ જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરી મહારાજ અને મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન પાટણનાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્ય સભાના પૂર્વે સાંસદ શ્રી શંકરભાઈ વેગડ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!