સોલૈઈ માતાજીનો રજતજયંતિ મહોત્સવ યોજાયો

🛕 સોલૈઈ માતાજીનો રજતજયંતિ મહોત્સવ યોજાયો 🛕
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામે શ્રી સોલૈઈ માતાજીનો રજતજયંતિ મહોત્સવ આજ રોજ મહાશિવરાત્રી ના પાવન દિને યોજાઈ ગયો. સોલૈયા ઠાકોર સમાજ અને સમસ્ત ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સમારોહમાં સવારે મહા અન્નકૂટ અને ધજારોહણ બાદ મહાયજ્ઞ તથા મહાઆરતીનો પાવન પ્રસંગ યોજાયો હતો. યજ્ઞના આચાર્યશ્રી તરીકે શાસ્ત્રીશ્રી હર્ષદભાઈ (ખાટાઆંબા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ ભામાશા દાતાશ્રીઓ અને યજમાનશ્રીઓની અભિપ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ એકંદરે ખૂબ જ સુંદર, અભૂતપૂર્વ, અવિસ્મરણીય અને અનુકરણીય બની રહ્યો હતો એમ એક અખબારી યાદીમાં સમાજસેવી રાકેશ પ્રજાપતિ જણાવે છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300