મહાશિવરાત્રીના મેળા પર પ્રથમવાર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસમાં અંદાજે ૨૦૦૦ લોકોના પ્રતિભાવો મેળવાયા

મહાશિવરાત્રીના મેળા પર પ્રથમવાર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસમાં અંદાજે ૨૦૦૦ લોકોના પ્રતિભાવો મેળવાયા
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની પહેલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૨૫ સંશોધન કર્તા વિદ્યાર્થીઓએ ૨ દિવસ ભારે જહેમત ઉઠાવી : કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા
સંશોધન કર્તા વિદ્યાર્થીઓના ભાવિકો, વેપારીઓ સહિતના લોકો સાથે ૪૦ પ્રશ્નોના સવાલ જવાબ
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળાના પ્રથમવાર સાયન્ટિફિક અભ્યાસને ભાવિકોએ પણ આવકાર્યો
જૂનાગઢ : જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળા પર પ્રથમ વાર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ મહાશિવરાત્રીના મેળા પરના સાયન્ટિફિક અભ્યાસને શ્રદ્ધાળુઓએ પણ આવકારદાયક ગણાવ્યો હતો.
આ સંશોધન કાર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૨૫ જેટલા સંશોધક વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમણે સતત બે દિવસ સુધી મહાશિવરાત્રીના મેળાના જુદા-જુદા સ્ટેક હોલ્ડર પાસે પ્રશ્નાવલીના માધ્યમથી પ્રતિભાવો મેળવ્યા છે. આ સંશોધક વિદ્યાર્થીઓ અંદાજે ૨૦૦૦ જેટલા લોકો પાસેથી ૪૦ પ્રશ્નોનો ઉત્તર મેળવ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓએ પણ આ મહાશિવરાત્રીના મેળા પરના અભ્યાસ કાર્યમાં જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને એક સંશોધન ક્ષેત્રમાં એક નવીન અનુભવ પ્રાપ્ત થયો હોવાનું જણાવ્યું હતું.
મહાશિવરાત્રીના મેળામાં છેલ્લા ૭-૮ વર્ષથી પધારતા શ્રી ભાવિન વારીયા જણાવે છે કે, ભવિષ્યમાં મહાશિવરાત્રીના મેળાની વ્યવસ્થાઓને વધુ બહેતર બનાવવા માટે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરાવવાની પહેલ ખૂબ જિલ્લા કલેકટરશ્રીની આવકારદાયક છે. તેમણે કહ્યું કે, આ રિસર્ચથી શ્રદ્ધાળુઓ અને વેપારીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં મદદ મળશે. અહીં આ સંશોધન કરતા વિદ્યાર્થીઓને મેં મારા પ્રતિભાવો આપ્યાં છે. તેનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
મહાશિવરાત્રીના મેળા પર રિસર્ચ કાર્યમાં માર્ગદર્શક રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા શ્રી નવીન શાહ જણાવે છે કે, અમારા સંશોધનકર્તા વિદ્યાર્થીઓને શ્રદ્ધાળુઓ, વેપારીઓ વગેરે પાસેથી પ્રશ્નાવલી મુજબના અભિપ્રાયો મેળવ્યા છે, સાથે જ લોકોએ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે સંદર્ભે ઘણા નવીન સૂચનો પણ કર્યા છે. જે આવનારા સમયમાં પ્રશાસન માટે ખૂબ ઉપયોગી બનશે. તેમણે આ અભ્યાસ માટે જિલ્લા કલેકટરશ્રીના વિઝનની પણ સરાહના કરી હતી. ઉપરાંત આ સંશોધન કાર્યમાં ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી નરેશ મહેતા અને જિલ્લા માહિતી કચેરીની ટીમને જરૂરી સંકલન માટે બિરદાવી હતી.
મહામહાશિવરાત્રીના મેળાના રિસર્ચ કાર્યમાં જોડાયેલા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના રિસર્ચ ફેલો શ્રી સોલંકી રાજેશ કહે છે કે, કલેક્ટરશ્રીએ મહાશિવરાત્રીના મેળાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાની જે પહેલ કરી છે તે ખૂબ આવકારદાયક છે, આ રિસર્ચ કાર્યમાં જોડાવાનો અનેરો આનંદ છે અને એક નૂતન અનુભવ પણ પ્રાપ્ત થયો છે. આ મેળા દરમિયાન જે પ્રશ્નાવલીના માધ્યમથી જે પ્રતિભાવો મળવામાં આવ્યા છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે. અને તેના આધારે આગામી સમયમાં શ્રદ્ધાળુ, વેપારીઓ સહિત દરેક માટે વધુ ઉત્તમ વ્યવસ્થાઓ બનાવવામાં આ રિસર્ચ ખૂબ ઉપયોગી નીવડશે. તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટરશ્રીએ પણ આ રિસર્ચ કાર્ય માટે વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળા પર પ્રથમવાર થઈ રહેલા આ સંશોધનના માધ્યમથી મેળાની વ્યવસ્થાઓને વધુ બહેતર બનાવવા ઉપરાંત મેળાની આર્થિક, વ્યાપારિક, રોજગારી અને પર્યટનના આયામને પણ આ રિસર્ચ કાર્યમાં આવરી લેવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300