સમીના જલાલાબાદ ખાતે કૃષિ મેળો ૨૦૨૫ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

સમીના જલાલાબાદ ખાતે કૃષિ મેળો ૨૦૨૫ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુરના ખેડૂત ભાઈઓ બહેનો હાજર રહી ને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું..
પાટણ જીલ્લાના સમી તાલુકાના જલાલાબાદ ખાતે કૃષિ મેળો ૨૦૨૫ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.આત્મા યોજના પાટણ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા નાડોદા સમાજની વાડી જલાલાબાદ સમી ખાતે કૃષિ મેળો ૨૦૨૫ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુરના ખેડૂત ભાઈઓ બહેનો હાજર રહી ને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતો સંકલ્પબદ્ધ થયા હતા.
પરિસંવાદમાં .ડીકે રથવી ઉતર ગુજરાત પ્રભારી પ્રાકૃતિક કૃષિ, ભોજાભાઇ આહીર પાટણ જિલ્લા સંયોજક પ્રાકૃતિક કૃષિ, રણમલભાઈ નારણભાઈ ખેડૂત માસ્ટર ટ્રેનર, જાદવ રાજુ જગમાલ ખેડૂત માસ્ટર ટ્રેનર, રાજગોર લાભશંકર ગીરજાશંકર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનાં પ્રચારક તેમજ આત્મા યોજના પાટણ જિલ્લાનાં કર્મચારી વિઠ્ઠલ પ્રજાપતિ, નરેશ ચૌધરી, નાનજી ચૌધરી, યોગેશ પટેલે હાજર રહીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કર્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300