ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે

ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે
Spread the love

ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

વર્ષ ૨૦૨૪માં પાક નુકશાની માટે SDRFમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૧૩૩૩.૬૨ કરોડની સહાય ચૂકવાઈ

છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ ૭૫ ટકા લેખે કુલ રૂ. ૫,૮૫૨.૮ કરોડ તેમજ ગુજરાત સરકારે ૨૫ ટકા લેખે કુલ રૂ. ૧,૯૪૯.૬ કરોડના ફંડની ફાળવણી કરી

વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીશ્રી વતી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની અમારી ડબલ એન્જિનની સરકારે હરહંમેશ ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે.

ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે. આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે SDRFના ધારા ધોરણો મુજબ તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં ૭૫ ટકા કેન્દ્ર સરકાર અને ૨૫ ટકા ફાળો રાજ્ય સરકારનો હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સંદર્ભે વધુ વિગતો આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગત વર્ષ ૨૦૨૪માં ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકશાન સામે ખેડૂતોને સહાય ચૂકવવામાં માટે SDRFમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ રૂ. ૧૩૩૩.૬૨ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ ૭૫ ટકા લેખે કુલ રૂ. ૫,૮૫૨.૮ કરોડ તેમજ ગુજરાત સરકારે ૨૫ ટકા લેખે કુલ રૂ. ૧,૯૪૯.૬ કરોડના ફંડની ફાળવણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કુદરતી આપત્તિઓ સમયે અસરગ્રસ્તોને માનવમૃત્યુ/માનવઇજા, કપડા અને ઘરવખરી સહાય, મકાન/ઝૂંપડા સહાય, ઘાસચારા સહાય, ખેડૂતોને પાક નુકશાન અને જમીન ધોવાણ સહાય, પશુ મૃત્યુ સહાય, દૈનિક રોકડ સહાય (કેશડોલ્સ ), માછીમારોની હોડી અને જાળીને થયેલ નુકશાન માટે, હસ્તકલા અને હાથશાળ કારીગરોને થયેલ નુકશાન માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા SDRFમાંથી આપવામાં આવે છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!