બરડા : બખરલા ગામે મહેર સમાજ દ્વારા મણીયારા રસની રમઝટ સાથે હોળી મહોત્સવનિ ઉજવણી

બરડા : બખરલા ગામે મહેર સમાજ દ્વારા મણીયારા રસની રમઝટ સાથે હોળી મહોત્સવનિ ઉજવણી
બરડા પંથકના બખરલા ગામે મહેર સમાજ દ્વારા મણીયારા રસની રમઝટ સાથે ઉજવતો હોળી મહોત્સવ
ફાગણ સુદ ૧ ને તા. ૧૪ થી ૧૬ હોળી મહોત્સવના ત્રણ પડવા પાળી મહેર સમાજના બહેનો અને ભાઈઓ ટ્રેડિશનલ પોશાક મા રાસ ગરબા અને મણીયારા રાસ રમી ઉજવી રહ્યા છે ધુળેટી નાં પડવા
ગોસા(ઘેડ) : પોરબંદર ના બરડા પંથકમાં આવેલ બખરલા ગામ ભારતીય સંસ્કૃતિ ની પ્રણાલી હજુ પણ એકબંધ છે. અહીં ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક વાર તહેવાર ઉજવાય છે. પોરબંદર જિલ્લા આ એક ગામ એવું છે કે ત્યાં હોળી ઘૂળેટી ના પડવા ત્રણ પાળી
મહેર સમાજના ભાઈઓ અને બહેનો માં ૫ વર્ષથી લઈને ૭૫ વર્ષ સુધીના લોકો રાસ ગરબા અને મહેર ના શૌર્યભેર રમતા મણીયારા રસની રમઝાટ બોલાવતા હોય છે.
બખરલા ગામે સરપંચ અરશી ભાઈ ખૂંટી ના મારદર્શન અને આગેવાની હેઠળ સમસ્ત ગામ દ્વારા વર્ષ દરમ્યાન આવતા તહેવારો માં ખાસ કરીને હોલિકા મહોત્સવ, જન્માષ્ટમી( સાતમ આઠમ ) નો તહેવાર તેમજ નવલા નવરાત્રી નો તહેવાર ભારે ઉમંગ, હર્ષ, ગામની એકતા ભાઈચારાની ભાવના અને સંપ થી ઉજવાતા હોય છે.
ત્યારે દર વર્ષની જેમ આ સાલ પણ હોલિકા મહોત્સવ ૨૦૨૫ ભારે ધામધૂમથી ઉજવવા નું આયોજન કરવામાં આવેલ છે.
સવંત ૨૦૮૧ ફાગણ સુદ ૧ થી તા ૧૪/૦૩/૨૦૨૫ થી તા. ૧૬/૦૩/ ૨૦૨૫ સુધી ત્રણ દિવસના હોળી મહોત્સવ ના ભવ્ય અને દિવ્ય આયોજન માં સરપંચ અરશીભાઈ ખૂંટી, ગૌશાળા સમિતિ અને સમસ્ત બખરલા ગામ દ્વારા પૂરા સહયોગથી કરવામાં આવ્યું છે.
આ હોળીના મહોત્સવમાં ત્રણ પડવા ઉજવવામાં આવશે. પહેલા પડવેથી મહેર સમાજના બહેનો અસલી ટ્રેડિશનલ પહેરવેશ પહેરી લાખો રૂપિયાના ઘરેણાં પરિધાન કરી ને રાસગરબા રમે છે. જયારે મહેર સમાજનો ખ્યાતનામ મણીયારા દાંડિયા રાસની રમઝટ મહેર ભાઈઓ પોતાના અસલી પહેરવેશમાં ચોરણી આંગણી અને ભેઠાઈ સાથે માથે આંટીયાળી પાઘડી બાંધી ઢોલ સરણાઈ ના તાલે અને નામી કલાકારો ના શૂરથી ગવાતા મણીયારા ના તાલે નરબંકા યોદ્ધાઓ દાંડિયા રાસ રમી ધરા ધ્રુજાવી રહ્યા છે.
પહેલા પડવે તારીખ. ૧૪/૦૩/ ૨૦૨૫ ને શુક્રવાર વારના રોજ બપોરના ૩ કલાકથી યોજાયેલ ભવ્ય રાસ ગરબા અને દાંડિયા રાસમાં નામી કલાકાર ગાયકોમાં લખણશીભાઈ આંત્રોલીયા, સાજણભાઈ ગઢવી, ધનશ્યામ ભાઈ અગ્રાવત અને બખરલા જ ગામના નામી ગાયિકા એવા સ્વેતાબેન ગોઢાણીયા (ખૂંટી) એ પોતાના મધુર કંઠે મણીયારો રાસ પીરસી ને દાંડિયારાસ રમતા ખેલૈયાઓ ને શૂરાતન ચડાવ્યું હતું.
ગઈ કાલે બીજા પડવે તારીખ. ૧૫/૦૩/૨૦૨૫ ને શનિવાર વારના રોજ બપોરના ૩ કલાકથી યોજાયેલ ભવ્ય દાંડિયારાસમાં મહેર સમાજના ઉભરતા નામી કલાકાર ગાયકોમાં આદિત્યણાના ડેવિન ઓડેદરા, નવાગામ (રાજપર)ના મેરાણભાઈ ઓડેદરા, નિમીષાબેન મોઢા, મનસુખગીરી ગોસ્વામી અને ધનશ્યામભાઈ અગ્રાવતે મણીયારા રાસ પીરસ્યો હતો. જેમાં વિદેશથી આવેલા મહેર ભાઈઓએ પણ મણીયારા રસની રમઝટ બોલાવી હતી. જયારે રમતના અંતમાં મહેર સમાજનાં ભાઈઓએ તલવાર અને લાઠી બાજી નાં દાવ ખેલી ઉપસ્થિત લોકોને મનોરંજન પુરૂ પાડે છે.
ગઈ કાલે બીજા પડવાની ઉજવણી નાં પ્રસંગે દાંડિયા રસની રમઝટની મોજ માણવા પોરબંદર નાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને પોરબંદર નાં પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, ઈન્ટર નેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ નાં પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા અને ઉપ પ્રમુખ નવધણભાઈ મોઢવાડીયા પણ ઓરીજનલ મહેર સમાજના પોશાક મા તેમજ ઉપપ્રમુખ બચુભાઈ આંત્રોલીયા, મહેર મહિલા અગ્રણી હિરલબા જાડેજા, છત્રાવા વાછારા ડાડાનાં ભુવા આતા રણજીત આતા, મહેર અગ્રણી સામતભાઈ ઓડેદરા (રાણાવાવ), રામદેવભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા કોંગ્રેસ નાં પ્રમુખ રાજુભાઈaa ઓડેદરા, અરજનભાઇ ખિસ્ત રીયા, રામભાઈ મેપા ઓડેદરા, સામતભાઈ ઓડેદરા, સહિતના રાજકીય નેતાઓ મહેર સમાજ નાં અગ્રણીઓ એ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહન પુરૂ પડ્યું હતું.
રિપોર્ટ :-વિરમભાઈ કે.આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300