વિધાનસભામા ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવા બાબતે બળાપો..

વિધાનસભામા ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવા બાબતે બળાપો..
વિધાનસભામા ગુજરાતના કલાકારોના આમંત્રણમા ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવા બાબતે બળાપો..
કલાકારોને આમંત્રણ આપવામાં પણ ભાજપ સરકારની વ્હાલા દવાલાની નીતિ – હસમુખ સક્સેના
તાજેતરમાં ગુજરાતના લોક કલાકારો વિધાન
સભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે અને લોકોના પ્રશ્નો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જોવા માટે પહોંચ્યા હતા. કલાકારોનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, આ સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોર સહિતના અન્ય ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે ઠાકોર સમાજ ની લાગણી દુભાઈ છે.
ત્યારે વિક્રમ ઠાકોર સહિત ના કલાકારો મામલે ભાજપ સરકાર વિરુદ્ધ પ્રતિક્રિયા આપતાં પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ સકસેના એ જણાવ્યું હતું કે ભાજપ સરકારે જાણી જોઈને ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ નહી આપી આ સન્માન કાર્યક્રમ થી દુર રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેઓએ કોઈ કલાકાર રાજકીય પાર્ટીનો હોતો નથી તેના માટે તો ભાજપ, કોંગ્રેસ કે અન્ય પાર્ટી એક સમાન હોય છે ત્યારે ભાજપ સરકારે કલાકારો સાથે પણ વહાલા દવલાની નીતિ અખત્યાર કરી હોવાના તેઓએ આક્ષેપો કરી વિક્રમ ઠાકોર જેવા કલાકારો ના અપમાન મામલે તેઓએ ભાજપ સરકારની ટીકા કરી હોવાનું જાણવા મળ્યું છે.જે બાબતને લઈ અ.નું.જાતિ ચેરમેન હસમુખભાઈ શકસેનાએ સરકાર સામે બળાપો કાઢ્યો હતો
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300