પાટણ LCB ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે સ્વીફટ ગાડી ઝડપી.

પાટણ LCB ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે સ્વીફટ ગાડી ઝડપી.
Spread the love

પાટણ LCB ટીમે શંખેશ્વર વિસ્તારમા વિદેશી દારૂના જથ્થા સાથે સ્વીફટ ગાડી ઝડપી.

વિદેશી દારૂની બોટલ નંગ ૬૮૮ કિં. રૂ.૧,૧૮,૬૨૬ મળી કુલ રૂ.૫,૧૮,૬૨૬ના મુદ્દામાલ કબજે કરાયો..


પાટણ એલસીબી ટીમે શંખેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી ના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે સ્વીફટ ગાડીમાં લઈ જવાઈ રહેલ વિદેશી દારૂ
ની બોટલ નંગ ૬૮૮ કિં. રૂ.૧,૧૮,૬૨૬ મળી કુલ રૂ.૫,૧૮,૬૨૬નો મુદ્દામાલ કબજે કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહી. લગતની ગે.કા. પ્રવૃત્તિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે શંખેશ્વર પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ટુવડ ગામ પાસે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન સ્વીફ્ટ ગાડીનંબર-GJ-05-JH-0517 ની આવતા ઉભી રખાવવા પ્રયત્ન કરતાં તેના ચાલકે ગાડી ખેતરોમાં ઉતારી દેતાં માટીમાં ફસાઈ જતાં ગાડી મુકી ગાડીમાં બેઠેલ બે ઇસમો નાસી ગયેલ તેમજ સ્વીફ્ટ ગાડીમાં ચેક કરતા ગાડીમાંથી ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો-ટીન નંગ-૬૮૮ કિં.રૂ.૧,૧૮,૬૨૬ તથા સ્વીફ્ટ ગાડી કિં.રૂ.૪ લાખની મળી કુ.રૂ.૫,૧૮,૬૨૬ ના મુદ્દામાલ સાથે સ્વીફ્ટ ગાડી પકડી શંખેશ્વર પો.સ્ટે. પ્રોહી.એકટ મુજબ ગુનો રજી.કરાવી ગાડી ચાલક અને સ્વીફ્ટ ગાડીમાં બેઠેલ અજાણ્યા ઇસમ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!