લીવ અગેઈન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સ્વ. ડૉ. કમલેશ અવસ્થાને શ્રદ્ધાંજલિ અર્પણ

લીવ અગેઈન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સ્વ. ડૉ. કમલેશ અવસ્થાને શ્રદ્ધાંજલિ અર્પણ
તાજેતરમાં તા. ૨૯-૩- ૨૫ ના શનિવારના રોજ અમદાવાદ સ્થિત સાહિત્ય ઍકાદમી હૉલ ખાતે ગુજરાત સંગીત નાટક ઍકાદમીના સહયોગથી લીવ અગેઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. ડૉ. કમલેશ અવસ્થાને તેમની પુણ્યતિથિ પર “તેરે હમસફર ગીત તેરે હૈ” ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો.
સ્વ. મુકેશજીના ચાહક અને સંગીતપ્રેમીના દિલમાં જગા બનાવનાર જાણીતા સિંગર સલીમ મલિક, ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને લોકપ્રિય ગાયિકા હિના પંડિત, સ્વ. કમલેશ અવસ્થીના પુત્ર ભૂષણ અવસ્થી, સંસ્થાના ટ્રસ્ટી પ્રદીપ નાયર તથા સ્નેહલ ત્રિવેદી એ તેમના સુમધુર કંઠે ગુજરાતી તેમજ હિન્દી ગીતોની સુરાવલી રેલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
લીવ અગેઈન ચેરિટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી શ્રી સિધ્ધાર્થ જાડાવાળા તથા શ્રી હર્ષદ દવે એ જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાના શોખ બાજુએ મૂકી પોતાના જીવનના સાંઇઠ વર્ષની સંઘર્ષમય સફર ખેડીને નિવૃત્ત થાય છે ત્યારે આ સંસ્થા તેઓને પોતાની જિંદગી જીવવા, પોતાના વિસરાઈ ગયેલા શોખને જીવંત કરવા , સપનાને સાચા કરવા, શેષ જીવનને આનંદમય બનાવવા પ્રેરે છે. વીતેલી સાંઇઠ વર્ષની જિંદગીને LEAVE કરો અને હવે પછીની જિંદગી LIVE કરો એનું નામજ લીવ અગેઈન.
રિપોર્ટ : ભરતકુમાર શાહ સાથે સિધ્ધાર્થ જાડાવાળા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300